Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે સુક્ષમ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સહયોગ કાર્યક્રમ યોજાયો

નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સહયોગ એવં સંપર્ક કાર્યક્રમ પ્રસંગે લોકસભા સાંસદ દેવજીભાઇ ફતેપરાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું.

સાંસદ દેવજીભાઇએ આ તકેવધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ૫૯ મીનીટમાં રૂપિયા એક કરોડ સુધીની લોન મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોન્ચ કરેલ વેબ પોર્ટલથી નાના ઉદ્યોગકારોને સરળતાથી લોન પ્રાપ્તિ શકય બનશે અને તેઓના ધંધા- રોજગારનો વિકાસ થશે.Dsc 8287આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે કોઇપણ વ્યવસાય માટે નાણાકિય સ્થિતિ આવશ્યક છે. ઉદ્યોગકારોએ પોતાના વ્યવસાયના વિકાસ કે કોઇપણ નવા વ્યવસાય માટે નાણાકિય જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં વડાપ્રધાનએ લોન્ચ કરેલ ઓનલાઇન વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી માત્ર ૫૯ મીનીટમાં જ લોન મંજુર થઇ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનએ લોન્ચ કરેલ આ વેબ પોર્ટલ દ્વારા દેશના નાના ઉદ્યોગો માટે વિકાસની નવી શરૂઆત બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.