Abtak Media Google News

વિધાનસભાની આગામી ચુંટણીમાં રાજકોટ વિધાનસભા-૬૯માંથી ચુંટણી લડી જીતવાના મુંગેરીલાલા જેવા સ્વપ્ના જોઇ રહેલા ઇન્દ્રનીલ રાજયગુરુને કાર્યકરો ભેગા કરવાના પણ ફાંફા પડે છે જયારે આ વિસ્તારના ભારે ધારાસભ્ય અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોઇપણ કાર્યક્રમમાં ભીડ જોવા મળે છે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનો રાજકોટવાસીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. મુખ્યમંત્રી બન્યા પછી  પણ નાનામાં નાના વ્યકિત સાથે જીવંત સંપર્ક જાળવી રાખ્યો છે. ગાંધીનગરમાં બેઠા બેઠા પણ રાજકોટના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા વિજયભાઇ ‚પાણી હંમેશા કોમનમેન જ રહ્યા છે. રાજકોટ-૬૮  નો મત વિસ્તાર છોડીને રાજકોટ-૬૯ માંથી ચુંટણી લડવાનો ઇન્દ્રનીલ રાજયગુરુનો નિર્ણય તેનો રાજકીય આપઘાત સાબીત થવાનો છે. તેઓએ રાજકોટ-૬૮નોમતવિસ્તાર છોડીને તેને કેમ ભાગવું પડયું ? તેનો ખુલાસો રાજકોટની જનતા સમક્ષ કરવો જોઇએ. ઉપલા કાંઠાના મતદારોને ભરમાવીને ધારાસભ્ય બની ગયેલા ઇન્દ્રનીલ રાજયગુરુએ કોઇ વિકાસ કાર્યો કર્યા નથી અને હવે મોઢુ દેખાડી શકે એમ નથી એટલે ભાગવું પડયું છે તેવું લોકો ખુલ્લેઆમ બોલી રહ્યા છે.

વધુમાં ધનસુખ ભંડેરી અને નીતીન ભારદ્વાજે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ઇન્દ્રનીલ રાજયગુરુએ રાજકોટ-૬૯ માં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સામે ચુંટણી લડવાની જાહેરાત કરી તે દિવસથી જ તેનો પરાજય નકકી થઇ ગયો છે.આશ્ર્ચયની વાત તો એ છે કે લોકો ભેગા કરવા માટે ઇન્દ્રનીલ રાજયગુરુ દ્વારા મ્યુઝીકલ નાઇટ, ડાયરા અને જમણવાર જેવા તાયફા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવા કાર્યક્રમોમાં કાર્યકરો પણ આવતા નથી. આગામી ચુંટણી વિજયભાઇ ‚પાણી રાજકોટ વિધાનસભા-૬૯ માં થી જ લડવાના છે અને તેમને ભવ્ય જીત અપાવવાની જવાબદારી પક્ષના કાર્યકર્તાએ પોતાના ખભ્ભે ઉપાડી લીધી છે. ત્યારે વિજયભાઇ ‚પાણી૫૦ હજારથી વધુ મતની જંગી લીડથી આ ચુંટણી જીતવાના છે. અને ઇન્દ્રનીર રાજયગુરુ ભુંડી રીતે હારવાના છે તે નિશ્ર્ચિત છે ઇન્દ્રનીલ રાજયગુરુ રાજકોટની છાપ બગડે તેવા છાશવારે નિવેદનો કરી રહ્યા છે. પરંતુ વિજયભાઇ ‚પાણી રાજકોટ માટે કેટલું કરી રહ્યા છે તે બધા જ જાણે છે ઇન્દ્રનીલ રાજયગુરુએ રાજકોટ શહેર વિરોધી નિવેદનો બંધ કરવા જોઇએ. તેમ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને જુનાગઢ જીલ્લાના ભાજપના પ્રભારી નીતીન ભારદ્વાજની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.