Abtak Media Google News

રેવન્યુ અને પોલીસ તંત્રને દસ્તાવેજો સાથે હાજર રહેવા હાઇકોર્ટનો હુકમ

દ્વારકા જિલ્લાના શિપરાજપુર ગામની સર્વે નંબરની જમીનના રેવન્યુ રેકર્ડમાં તંત્રની ચુકથી ખાતેદારનું નામ કમી થતાં જે નામ ફરી ચડાવવાના બ્હાને કૌભાડીયાએ પોતાના નામે જમીન ચડાવી દઇ ખાતેદાર સાથે બે મહિલા સહિત પાંચ  શખ્સો સામે નોંધાયેલી ફરીયાદમાં હાઇકોર્ટે ધરપકડ સામે સ્ટે આપ્યો છે.

Advertisement

વધુ વિગત મુજબ દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે રહેતા સાંગાભા પેથાભા નાથાણીની સંયુકત માલીકીની જમીન સીમેન્ટ ફેકટરીને રેતીની લીઝ માટે ભાડા પેટે આપેલી હતી. રેવન્યુ તંત્રની ચુકથી જમીન રેવન્યુ રેકર્ડમાં ખાતેદારનું નામ કમી થતાં જે ભુલ સુધારવા માટે સંજીવ નટવરલાલ ચાંદલીયાને કામ સોપેલું અને સંજીવ ચાંદલીયાએ ખેડુતોની સહી લઇ તેના આધારે બોગસ દસ્તાવેજો ના આધારે સંજીવ નટવરલાલ, આશાબેન સંજીવ ચાંદલીયા, મીનાક્ષી નટવરલાલ, પુષ્પાબેન નટવરલાલ અને અશ્ર્વિન નટવરલાલ એકબીજાને મદદ કરી જમીન પોતાના નામે ચડાવી દીધાની ફરીયાદ નોંધાવી હતી.

તમામ શખ્સોએ ફરીયાદ રદ કરવા હાઇકોર્ટમાં કવોશીંગ ફરીયાદ કરી હતી જેમાં આરોપીએ રજુઆતમાં જણાવ્યું હતું કે ૨૦૦૮માં અવેજ ચુકવી ખરીદ કર્યાની દલીલ કરી હતી જેને ઘ્યાને લઇ જસ્ટીસે આરોપીઓને ધરપકડ સામે સ્ટે આપી દ્વારકા પોલીસ અને રેવન્યુ તંત્રને નોટીસ પાઠવી જરુરી દસ્તાવેજો હાજર રહેવા આદેશ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે રથીન રાવલ, પી.સી.વ્યાસ અને દિપ પી. વ્યાસ રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.