Abtak Media Google News

ગત વર્ષે ટાટાએ 6644 કરોડનો નફો રળીયો હતો

કહેવાય છે કે ફોલાદ ટાટાની જ. ટાટા સ્ટીલ્સ ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ટાટા સ્ટીલ્સે ચોથા ક્વાર્ટરનો નફો 47 ટકા વધ્યો છે અને તે આંકડો 9756 કરોડે પહોંચ્યો છે.

ટાટા એ તેની ટીસીએસ કંપનીને પણ પાછળ છોડી દીધી છે અને સતત પ્રગતિ હાંસલ કરી રહ્યું છે. કુછ નહીં ગત વર્ષે ટાટા સ્ટીલ સે 6644 કરોડનો નફો રળયો હતો. એટલું જ નહીં કંપનીએ ઓપરેશનમાં 38.6 ટકાનો વધારો નોંધાવ્યો છે અને ચોથા ક્વાર્ટરમાં પણ ઉતરોતર પ્રગતિ હાંસલ કરી રહ્યું છે.

એટલું જ નહીં કંપનીએ પ્રતિ શેર 51 રૂપિયાના ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. બીજી તરફ કંપનીએ પ્રપોસનેટ ડિવિડન્ડ પણ ઘોષિત કર્યું છે જેમાં પ્રતિ એકવિટી શેર પેટે 12.75 રૂપિયા આપવાનો નીર્ધાર કર્યો છે. ભારતના ઓપરેશનમાં કંપનીએ 19.06 મિલિયન ટન સ્ટીલનહ ઉત્પાદન કર્યું છે. જેમાં 13 ટકાનો વિકાસ નોંધાયો હતો.

એટલુંજ નહીં યુરોપમાં જે ઓપરેશન થઈ રહ્યું છે તેના આવકમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022ના માર્ચ માસ દરમિયાન ટાટા સ્ટીલે 436 ટકાનો વધારો નેટ પ્રોફિટમાં નોંધાયો છે. જે 40,153 કરોડ નોંધાયું છે, જે ગત વર્ષે 7490 કરોડ જોવા મળ્યું હતું. તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ઓપરેશન મારફતે જે કુલ આવક થઇ હતી તે 2.43 લાખ કરોડે પહોંચી હતી જેમાં 55.5 ટકા નો વધારો નોંધાયો હતો.

ટાટા સ્ટીલ ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે એટલું જ નહીં કોમેડી ની કપરી પરિસ્થિતિમાં પણ ટાટા સ્ટીલે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે અને નફામાં સતત વધારો કરે છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ટાટાનું વર્ચસ્વ વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.