Abtak Media Google News

સરકારની ગાઈડ લાઈન પહેલા ધો.૧૧માં પ્રવેશ આપી ફી વસુલનાર સામે કાયદેસરના પગલા લેવાશે

કોરોનાની મહામારીના કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધો.૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવામાં હવે નવા શૈક્ષણિક વર્ગમાં હાઈસ્કૂલમાં વર્ગ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાનો છે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે.

Advertisement

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.૩ થી ૧૨ના ઓનલાઈન વર્ગો આગામી ૭મી જૂનથી શરૂ થશે ત્યારે હાલમાં જે ધો.૧૦માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેઓને ધો.૧૧માં પ્રવેશ મેળવવાનો થશે. જો કે, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો મુશ્કેલ બનશે. તેથી રાજકોટ જિલ્લામાં જરૂર પડ્યે વર્ગો વધારીને પ્રવેશ આપવામાં આવશે. જો કે, હાલમાં તો સરકાર દ્વારા આ મામલે મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મુલ્યાંકન બાદ જે રીતે ગાઈડલાઈન બહાર પડશે તે રીતે ધો.૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલમાં કોઈપણ સ્કૂલોએ પ્રવેશ આપવાનો રહેશે નહીં.

એક વાત એવી પણ સામે આવી હતી કે, રાજકોટ જિલ્લાની ખાનગી શાળામાં માર્કશીટ વગર ધો.૧૧માં એડમીશન આપવાની વાત સામે આવી હતી. જો કે, આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ૧૫થી વધુ ખાનગી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ૩ શાળાએ ફી વસુલી હોવાની ફરિયાદ મળી છે જો કે હજુ કોઈ યોગ્ય પુરાવા મળ્યા નથી એટલે સરકારની ગાઈડ લાઈન પહેલા એડમીશન આપી ફી વસુલવા સામે કાયદેસરની પગલા લેવામાં આવશે. ફી વસુલ કરવામાં આવી હોય તો વાલીઓ લેખીત ફરિયાદ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારની ગાઈડ લાઈન બાદ ધો.૧૧માં પ્રવેશ આપવાની જે વાત છે તે માટે રાજકોટ જિલ્લામાં જરૂર પડ્યે વર્ગો વધારીને પણ પ્રવેશ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.