Abtak Media Google News

વિદેશી ભંડોળના પ્રવાહ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં ખરીદારી વધવાને લીધે શેરબજારમાં તેજી યથાવત

ભારતીય અર્થતંત્ર ટનાટન બન્યું હોય, વિદેશી રોકાણકારો પણ તેનાથી અંજાય રહ્યા છે. તેવામાં આજે પણ શેરબજારમાં તેજી યથાવત રહી છે. જેમાં આજે શેરબજાર ઓલ ટાઇમ હાઈ રહ્યું છે.  સેન્સેક્સ 60300 અને નિફટી 19600ને પાર પહોંચ્યા હતા.

વિદેશી ભંડોળના પ્રવાહ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં ખરીદારી વચ્ચે મુખ્ય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે શરૂઆતના વેપારમાં તાજા ઓલ-ટાઇમ હાઇ પર પહોંચી ગયા હતા.બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 128.6 પોઈન્ટના ઉછાળા સાથે 66,189.50 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.  નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 47.65 પોઈન્ટ વધીને 19,612.15ની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો.

સેન્સેક્સ પેકમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, એલએન્ડટી અને ટાઇટન નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.86 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 79.18 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ લાલ નિશાનમાં હતો.  જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નફામાં કારોબાર કરી રહ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.