Abtak Media Google News

સેન્સકસ 600 પોઇન્ટથી વધુ ઉછળ્યો: બેન્કીંગ, ટેલીકોમ, કેમિકલ અને ટેકનોલોજી સેકટરમાં તેજી: નિફટીમાં 135 પોઇન્ટનો વધારો

ગત ત્રણ ટ્રેડીંગ સેસનમાં સેન્સેકસ રેન્જ બાઉન્ડ રહ્યાં બાદ આજે ઉધડતી બજારે તેજીના ટકોરા બોલ્વાય છે. સેન્સેકસ 52,177ની વિક્રમી  અટકી ગયો છે. 600થી વધુ પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં અને 1રર પોઇન્ટનો વધારો નિફટી-પ0માં જોવા મળ્યો છે.

આ લખાય છે ત્યારે, બેન્કીંગ, ટેકનોલોજી, ઓટોમેટીવ, ટેલીકોમ અને કેમિકલના શેર વઘ્યા છે. ઇન્ડુસીન બેંક 2.23 ટકાના વધારા સાથે 10પ0 ની સપાટીએ ટ્રેડ થયો છે. એચડીએફટી બેન્ક 1.88 ટકા, એકસીસી બેંન્ક 1.75 ટકા,  મહેન્દ્રા 1.62 ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્ક 1.60 ટકાના વધારા સાથે ટ્રેડ થઇ

રહ્યાં છે. નિકના પ0 ના પ્રમુખ શેર પૈકીના એસબીઆઇ, શ્રી સીમેન્ટ, ઇન્કોસીસ, ટાટા મોટર્સ, બજાજ ફીનસર્વિસ, એચયુએલમાં પણ ભારે લેવાલી છે.

ખાસ કરીને બેન્કના સેકટર 1.70 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઇ રહ્યું છે. બીજી તરફ હિરો મોટોકોપ,  ઇન્ડિયા, એનટીપીસી, ઓએનજીસી, ગ્રાસિમમાં 0.67 ટકાથી 1.15 ટકા સુધીના કડાકા બોલી ગયા છે. આજે સોનામાં પણ નહિંવત તેજી જોવા મળી છે. આ લખાય છે ત્યારે સોનુ 60 રૂપિયા વધીને 47670 ની સપાટીએ છે જયારે ચાંદીમાં 775 રૂપિયાનો વધારો નોંધાતા 69,900 ની સપાટીએ પહોંચી છે.

આ લખાઈ રહ્યું છે. ત્યારે  3 કલાકે સેન્સેકસ 526 પોઈન્ટના ઉછાળા સાથે 52077 અને નિફટી 128 પોઈન્ટના ઉછાળા સાથે 15291 પોઈન્ટ પર કામ કાજ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.