Abtak Media Google News

સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી કરાયેલી રજૂઆત

અત્યારે મોટાભાગની શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપવા લાગી છે. આવા ઓનલાઇન આપવામાં આવતા શિક્ષણ માટે ખાસ કરીને પ્રાથમિક શાળાઓના બાળકોને બાકાત કરી દેવા જોઇએ. કારણ કે આ બાળકો શારીરીક અને માનસિક રીતે ઓનલાઇન શિક્ષણ મેળવી શકે એટલા પરિપક્વ હોતા નથી.

ઉપરાંત ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટફોનની જરૂરીયાત ઉભી થાય છે. સ્માર્ટફોન આવા પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકો માટે માં-બાપ ઉપલબ્ધ કરાવી શકે એવી પરિસ્થિતિ નથી. ઉપરાંત ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી અને ઉપલબ્ધતા પણ ઓછી હોય છે તેમજ દરેક બાળકોના પરિવાર આવા કિંમતી મોબાઇલ તથા નેટનો વધારોનો ખર્ચ પોસાય તેમ નથી.

એકથી વધુ બાળકો હોય તેવામાં બાપ વિશેષ તકલીફ પડશે. ઉપરાંત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવો સ્માર્ટફોન વાપરતાં પણ આવડતું હોતું નથી અને આવા નાનાં બાળકો માનસિક રીતે પણ મોબાઇલ ઉપર ભણવા તૈયાર હોતા નથી અને આવાં બાળકોનાં હાથમાં જો ફોન આવશે તો તે તેઓ અભ્યાસને બદલે ગેમ રમવા ઉપર વધું ધ્યાન આપશે જેથી બાળકોની માનસિકતા તથા શારીરીક સ્થિતિ બગડશે. એક અભ્યાસ મુજબ આરોગ્ય પણ બગડશે અને આંખનાં રોગો વધવાની શક્યતા વધી જશે.

અત્યારે ઘણા સમયથી બાળકો શાળાએ ગયા નથી. ત્યારે શાળાઓ રેગ્યુલર ચાલુ થઇ ન હોવા છતાં મોટાંભાગની ખાનગી શાળાઓએ પોતાના ફીઝ મળી રહે એ હેતુથી ઓનલાઇન શિક્ષણ ચાલુ કરી દીધું છેે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ખૂબ જ કડક ભાષામાં ફીની વસૂલાત માટે ઉઘરાણી કરે છે જે યોગ્ય નથી.

ઓનલાઇન  શિક્ષણના કારણે પડતી મુશ્કેલીઓ

  • બધા વાલી પાસે સ્માર્ટફોન નથી
  • ઓનલાઇન શિક્ષણ માટે જરુરી ઇન્ટરનેટ મોંધુ છે
  • એક ઘરમાં એક સ્માર્ટફોન હોય અને ભણવા વાળા બે બાળકો હોય તેવી પરિસ્થિતિમાં કેવી રીતે ઓનલાઇન ભણવું?
  • ગામડાઓમાં અને ગરીબ વાલીઓ પાસે સ્માર્ટફોન નથી.
  • ઘણા ખરા વાલીઓને એપ્લીકેશન ઓપરેટર કરતા આવડતું નથી
  • નાના ઘર હોય તેમાં ઓનલાઇન શિક્ષણ વખતે બાળક કેવી રીતે ઘ્યાન આપી શકે? અને શું શીખે?
  • નિષ્ણાંત ડોકટર બાળકોને આરોગ્ય દ્રષ્ટિએ સ્માર્ટફોન થી દુર રહેવા સલાહ આપે છે
  • માનસિક રીતે બાળક ભણવા તૈયાર રહેશે કે નહી તે મોટો સવાલ છે.
  • નેટ કનેકટીવીટી ની સમસ્યા વગેરે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.