Abtak Media Google News

શાપર- વેરાવળ-મેટોડા -આજી  જીઆઇડીસી તેમજ એન્જી. એસોના તમામ ઔદ્યોગિક ઝોનના એકમો રહેશે બંધ

રાજકોટ શહેરની ભાગોળે આવેલ તમામ ઉદ્યોગિક ઝોનમાં આગામી બુધવારે અને ગુરુવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે વિવિધ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. જેને પગલે વિવિધ વેપારી એસોસિએશને ગત શનિવાર અને રવિવારનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું પણ આ સ્વૈચ્છિક લોકડાઉન સદંતર નિષ્ફળ રહ્યું હતું.

મોટાભાગના વેપારીઓની  દુકાનો ખુલ્લી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે બાદમાં આજ રોજ વિવિધ ઔદ્યોગિક ઝોન સાથે સંકળાયેલા એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં શાપર જીઆઇડીસી, વેરાવળ જીઆઇડીસી, મેટોડા જીઆઇડીસી અને આજી જીઆઇડીસી તેમજ એન્જીનિયરીંગ એસોસીએશનના તમામ ઔદ્યોગિક ઝોનના એકમો શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે બંધ રાખવાનો સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગોમાં શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોય તેમજ વસવાટ કરતા હોય સંક્રમણ ફેલાવવાનું જોખમ મોટા પ્રમાણમાં રહેલું છે.

જેને ધ્યાનમાં રાખીને વિવિધ એસોસિએશને શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો સરાહનિય નિર્ણય લીધો છે.

કોરોનાનો ખૌફ : શહેરની મોટાભાગની બજારોની રોનક ઉડી ગઈ

હાલ શહેરમાં કોરોનાનો ખૌફ જોવા મળી રહ્યો છે. વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી નથી રહ્યા પણ દુકાનો ખુલ્લી રાખીને પણ કઈ ફાયદો નથી રહ્યો મોટાભાગની બજારો જ્યા પગ મુકવાની પણ જગ્યા રહેતી ન હતી ત્યાં અત્યારે રોનક ઉડી ગઈ છે. બજારો સુમસામ બની ગઈ છે. વેપારીઓની ઘરાકી પણ જતી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.