Abtak Media Google News

28 તબીબો દ્વારા 136 ક્લીનીકની સરપ્રાઇઝ વિઝીટ પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે ત્રણ કલીનીકને નોટીસ ઇસ્યુ

રાજકોટ જિલ્લામાં નોંધાયેલી 344 કલીકનીક પૈકી પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે 136 ક્લીનીકની સરપ્રાઇઝ વીઝીટ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 28 ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે ચેકલીસ્ટમાં ત્રણ નોંધાયેલ ક્લીનીકમાં એફ ફોર્મ ભરવામાં તથા રજીસ્ટર મેઇન્ટેન કરવા જેવી ક્ષતિ જોવા મળતાં આ ક્ષતિ 48 કલાકમાં સુધારવાની નોટીસ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આપવામાં આવી છે. જો આપેલ મર્યાદામાં આ ક્ષતિ દૂર નહી થાય તો નિયમાનુસાર કડક પગલા લેવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

આ તપાસ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના 15 તથા રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય શાખાના 13 એમ કુલ 28 તબીબી અધિકારીશ્રીઓ દ્વારા નોંધાયેલ પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે સોનોગ્રાફી કલીનીક અને હોસ્પીટલોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લામાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જાતિ પરિક્ષણ અને ભ્રૃણ હત્યા રોકવા માટે સલાહકાર સમિતિની ટીમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. જેનાથી દીકરા- દીકરીનો સેકસ રેશિયો મેન્ટેન રહી શકશે. ગર્ભમાં બાળકની જાતિ પરિક્ષણ ન કરાવવા, આવુ કરનાર દવાખાના કે ડોકટરની જાણ આરોગ્ય શાખાને કરવા પણ લોકોને અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. કોઇ ક્ષતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તી ઝડપી પાડવાના ઉદેશ સાથે ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો”નાં સૂત્રને સાર્થક કરવા તેમજ 1000 પુરુષ વસ્તીએ સ્ત્રીઓનો દર ઉંચી લાવવાના ઉમદા અને માનવીય હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સી.એસ.આર મુજબ ગુજરાતનો સેક્સ રેસીયો 919 છે, અને રાજકોટનો સેકસ રેસીયો 905 છે. આ સેકસ રેસીયોમાં વધારો કરવા અને જાતિય પરિક્ષણની પ્રવૃતી ડામવા આ ઉમદા સ્થળ તપાસણી કાર્યક્રમ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.