Abtak Media Google News
  • મેનિફેસ્ટોમાં તમામ વર્ગોને આવરી લેવાશે અનેક મહત્વપૂર્ણ જાહેરાત થવાની શકયતા

લોકસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે માત્ર છ દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજે ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) તૈયાર કરવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ એક સમિતિ બનાવવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી 19મી  એપ્રિલના રોજ પ્રથમ તબકકાનું મતદાન યોજવાનું છે. જેના આડે હવે માત્ર છ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આજે ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. આ ચુંટણી સંકલ્પ પત્રમાં યુવા, મહિલા, ખેડુતો, વૃઘ્ધો, સહિત તમામ વર્ગોને આવરી લેવામાં આવશે.

ત્રીજી ટર્મ માટે ભાજપ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ ધોષણા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.