• ગુજરાતની રાજયસભાની ચારેય બેઠકો ભાજપના ફાળે જશે

આગામી એપ્રિલ માસમાં ખાલી પડનારી ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ર7મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. આજે રાજય સભાની ચુંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે. વિધાનસભામાં સભ્ય સંખ્યાબળ જોતા ચારેય બેઠકો ભાજપના ફાળે આવશે. કોંગ્રેસે અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે તે રાજયસભાની ચુંટણીમાં ઉમેદવાર ઉતારશે નહી. આવામાં ભાજપના ઉમેદવારો ચારેય બેઠકો પર બિન હરીફ ચૂંટાય આવશે.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, પરસોતમભાઇ રૂપાલા, ઉપરાંત કોંગ્રેસના ડો. અમિબેન યાજ્ઞીક અને નારણભાઇ રાઠવાની રાજયસભાના સાંસદ તરીકેની મુદત આગામી બે એપ્રિલના રોજ પૂર્ણ થઇ રહી છે. આ ચારેય બેઠકો માટે આગામી ર7મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. આજે જાહેરનામુ પ્રસિઘ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચૂકયો છે.

આગામી 1પમી ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ 1ર અથવા 13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના દેખાય રહી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 16મી ફેબુ્રઆરીના રોજ કરવામાં આવશે જયારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ર0મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે. જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારો નહી ઉતારે તો ભાજપના ચારેય ઉમેદવારને બીન હરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.લોકસભાની ચુંટણીના આડે માત્ર 3 મહિનાનો સમય બાકી છે. ત્યારે ભાજપ રાજયસભાના સાંસદ અને કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા અને પરસોતમભાઇ રૂપાલાને લોકસભાની ચુંટણી લડાવવા ઇચ્છી રહ્યું હોય આ બન્નેને રાજયસભામાં રિપીટ કરવામાં આવશે નહી તેવું મનાય રહ્યું છે. ચારેય બેઠકો પર નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે ઝોનવાઇઝ ઉમેદવારની પસંદગી કરાશે એકાદ ઉમેદવાર ગુજરાત સિવાય બહારના રાજયનો પણ પસંદગ કરાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.