Abtak Media Google News

એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા યૌવન વિંઝેં પાંખ વિષયક સેમીનાર યોજાયો

રાજકોટની પ્રખ્યાત એવી એચ.એન.શુકલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. જેના અનુસંધાને આજરોજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યૌવન વિંઝેં પાંખ વિષય પર પ્રખર વકતા જય વસાવડાએ વિદ્યાર્થીઓને વકતવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે, એચ.એન.શુકલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ રૂપાણી તેમજ એચ.એન.શુકલ કોલેજના પ્રોફેસરો ખાસ હાજર રહ્યાં હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

Advertisement

Vlcsnap 2018 07 14 13H17M02S37આ તકે જય વસાવડાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એચ.એન.શુકલ કોલેજ સાથે મારે વર્ષો જૂનો સબંધ છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે આવા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. જેમાં હું અવશ્ય હાજરી આપુ છું, વિદ્યાર્થીઓ સતત ગતિશિલ રહી આગળ વધે અને પોતાના સ્વપ્નો સીધ્ધ કરે તેવી શુભકામના આપુ છું. આ કાર્યક્રમને સફળ બનાવવા એચ.એન.શુકલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મેહુલભાઈ રૂપાણી સહિત પ્રોફેસરો ગૌરાંગ મણીયાર, હિરેનભાઈ મહેતા, ચિગરભાઈ ભટ્ટ, અમિષાબેન પટેલ, ભૌમીક માંગલીક સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Vlcsnap 2018 07 14 13H16M50S177

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.