Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ૧૫ કિ.મીની વોલ્કથોનને લીલીઝંડી અપાઈ

શહેરમાં જોઈન્ટ ધી ડીફેન્સ મુહિમ અંતર્ગત વિવિધ આયોજન એનસીસી દ્વારા કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે વોલ્કથોનનું આયોજન થયું હતું. જેમાં તાલીમાર્થીઓને ૧૫ કિમી સુધી વોલ્કથોન કરાવાયું હતું. વોલ્કથોનને મ્યુનિસિપલ કમિશનર દ્વારા લીલીઝંડી બતાવવામાં આવી હતી.

Vlcsnap 2018 07 14 09H34M26S98

અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રુપ કમાન્ડર એન.સી.સી. રાજકોટના બ્રિગેડીયર અજીતસિંહે જણાવ્યું હતું કે, તેમની અન્ડરમાં આખુ સૌરાષ્ટ્ર આવે છે. ટોટલ આઠ બટાલીયન્સ છે. લગભગ ૧૫૦૦૦ એનસીસીના જુનીયર છોકરીઓ તથા છોકરાઓ અને સીનીયર છોકરીઓ તથા છોકરાઓ છે. આજ અમે લોકો આ વોકેથોન કરી રહ્યા છીએ જે લગભગ ૧૫ કિલોમીટરના અંતરની છે.

અમે ભાવનગરના રોડ પર જઈશું મારા સાથે ૨૩ બાળકો છે જેમાં ૧૦ છોકરીઓ અને ૧૩ છોકરાઓ છે. આ બધા બાળકોના મનમાં એ છે કે તેઓની ફોજમાં ભરતી થાય. આર્મી, નેવી, એરફોર્સ અને તે પણ ઓફરના રૂપમાં છેલ્લા ૭ મહિનાથી આ ટ્રેનીંગ ચાલે છે અને મેં એ મહેસુસ કર્યું છે કે, કલાસરૂમના શિક્ષણથી ગ્રાઉન્ડ પર આવીને કામ કરવું વધારે સારું છે તેથી છેલ્લા અઠવાડિયે ૭ જુલાઈએ અમે લોકો સાઈકલ પર ગયા હતા. આજે અમે લોકો પગપાળા જઈએ છીએ અને સવારથી સાંજ સુધીનો આ કાર્યક્રમ છે. આમાં ઘણી મુશ્કેલીઓ તેઓની સામે આવશે જેમનું આ લોકો નિવારણ કરશે અને ઘણુ ખરુ શીખશે.

Vlcsnap 2018 07 14 09H33M21S207

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનીસીપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજે એનસીસી તરફથી અને ખાસ કરીને બ્રીગેડીયર શ્રી અજીત સીંગ તરફથી આ એક વોકેથોનનું આયોજન કરેલું છે. આમાં ખાસ કરીને જે એનસીસીની તૈયારી કરતા બાળકો હોય તેના માટે આ ૧૫ કિલોમીટર વોકેથોનનું આયોજન છે. આ સામાન્ય રીતે એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે.

જેમાં શારીરિક તેમજ માનસિક કસરતની જરૂરીયાત રહે છે. ૧૫ કિલોમીટરમાં ઘણા સરપ્રાઈઝ હશે. ઘણા બધા અલગ-અલગ તબકકા આવશે. અચાનક દુશ્મન સામે આવી ગયા તો શું કરવું આ બધા સાથે તેમનું વોકેથોન રહેશે તેથી તેઓના માટે ઘણું રસપ્રદ રહેશે. એ ૧૫ કિમીની વોકેથોન પછી આ બાળકો નવી નવી બાબતો, ચેલેન્જીસ, નવી સમસ્યાનો કેવી રીતે સામનો કરવાનું અને કેવી રીતે આગળ વધવાનું એ વસ્તુ શીખશે અને એના માટે હું ખાસ કરીને એન.સી.સી.ને આ બાળકોને જે આ ૧૫ કિમીની કઠીન સરપ્રાઈઝ છે અને સમસ્યા છે તેનો સામનો કરીને કઈ રીતે આગળ વધશે તેના માટે હું તેઓને શુભેચ્છા પાઠવું છું.

અબતક સાથેની વાતચીત દરમિયાન અંશિતા ડોગરાએ જણાવ્યું હતું કે, હું બ્રિગેડીયર સર સાથે ઘણા મહિનાથી જોડાયેલી છું અને ધીમે-ધીમે અમારુ આખુ ગ્રુપ બની ગયું છે. સરે અલગ-અલગ ગ્રુપ બનાવીને ઘણી પ્રવૃતિઓ કરાવી જે એક ડિફેન્સ ઓફિસરે કરવી જોઈએ. સર અમને પ્રવૃતિઓ દ્વારા શીખવાડે છે કે રિઅલ લાઈફ પરિસ્થિતિમાં શું કરવું. બુક રિડીંગ કરીને ઘણુ થઈ શકે પરંતુ જયારે તે પ્રેકટીકલ લાઈફની વાત આવે ત્યારે કોઈ નથી કરી શકતું અને આ કારણે જ સરે અલગ-અલગ કેમ્પ લગાવ્યા. પહેલા અમે બાલાછડી ગયા હતા જયાં અમારી ફિઝીકલ સ્ટ્રેન્થ ટેસ્ટ કરાઈ એના પછી અમે ગયા હતા. સરધાર ત્યાં અમે માઉન્ટેન ટ્રેકિંગ કરી હતી અને આ વોકોથોનમાં એ નકકી નથી કે આટલા જ લોકો આવશે અને અમે ચાલતા જાશુ અને લોકો જોઇન્ટ કરતા જાશે આ જ સરનો મુખ્ય ઉદેશ છે.Vlcsnap 2018 07 14 09H34M16S4

આ વોકોથોનમાં અમે બે ટીમમાં વહેંચાયેલા છીએ. એક છે મારકોઝ અને બીજુ છે ગરૂડ આ બંને સ્પેશિયલ ફોર્સ છે. ડિફેન્સ સર્વિસ માટેના તો એમા અમારી અગિયાર લોકોની બે ટીમ છે સરે આગળ શું કરવાનું છે તે અમને કિધુ નથી તો તે એક સરપ્રાઈઝ છે. અમારા માટે અને એની ખાતરી છે કે દિવસના અંતે અમે ઘણુ શીખશું કે જે ખાલી બુકસ વાંચીને નહીં આવે.Vlcsnap 2018 07 14 09H33M04S49

અબતક સાથેની વાતચીત દરમિયાન યશરાજ ગાલોરીયાએ જણાવ્યું હતું કે, આજે મેં બ્રિગેડીયર અજીતસિંહની અંડર જોઇન્ટ ધ ડિફેન્સ, ઈન્ડિયન આર્મીને પુરેપુરો સપોર્ટ મળે તેના માટે ઓફિસરની કમી પુરી કરવા માટે સરે આ અભિયાન ચાલુ કર્યો છે તેની અંદર અમે ઘણી ઈન્ડોર અને આઉટડોર એકિટવીટી કરતા હોઈએ છીએ. આઉટડોરમાં અમે સાયકલીંગ કર્યું હતું.Vlcsnap 2018 07 14 09H32M56S228

૭મી જુલાઈના જયારે રાજકોટનો જન્મદિવસ હતો. મિલેટ્રી પ્લાનીંગ કર્યું હતું. સરધારમાં અને આજે અમે વોકેથોન કરવા જઈ રહ્યા છીએ અને જેમાં અમે ઘણીબધી પ્રવૃતિઓ કરવાના છીએ. ભાઈબંધો, મિત્રોને આર્મીમાં જોડાવવા માટે પ્રોત્સાહન આપવાના છીએ. એટલા માટે આજે અમે વોકેથોનનું આયોજન કરેલું છે. આમા ૨૨ લોકોએ ભાગ લીધો છે અને હજી એમાં જોડાતા જાશે તેમ લોકો વધતા જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.