Abtak Media Google News

સરકારનો પરિપત્ર જાહેર: ટુક સમયમાં ઉત્તમ વેતન સાથે વિદ્યાર્થીની નિમણૂક

એકલતા, ખીજાતા અને આપઘાતના વિચારો જેવી માનસિક બીમારીના કેદીઓને થેરાપીની સારવાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કેટલાક વિદ્યાર્થીઓનો PGDCC કોર્સ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સમાજ સેવા માટેના કેટલાક પ્રયત્નો કર્યા હતા. એમાંનું એક વખત વિદ્યાર્થીઓએ જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ત્યાં ગયા હતા. વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કામગીરીની નોંધ મધ્યસ્થ જેલના અધિકશે લીધી હતી. થોડા જ દિવસ પહેલા રાજકોટ મધ્યસ્થ જેલના અધિચ્છે અમને જાણ કરી કે સરકારના પરિપત્ર મુજબ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીને જેલના કેદીઓનું કાઉન્સિલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે ત્યારબાદ તેમને નોકરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારના નિયમ અનુસાર ઉત્તમ વેતન પણ વિદ્યાર્થીને પૂરું પાડવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું મનોવિજ્ઞાન ભવન જેલ સુધારણા કાર્યક્રમને આડકતરી રીતે ઉપયોગી થવા જઈ રહ્યું છે.

મધ્યસ્થ જેલમાં નિયુક્ત સલાહકાર દ્વારા જુદા જુદા કેદીઓની જે સમસ્યા છે તેનું કાઉન્સલિંગ કરવામાં આવશે. જેમ કે કોઈ કેદીમાં એકલતા ખીમતા ચિંતા હોય આપઘાત કરવાના વિચારો આવતા હોય જે મનોવિજ્ઞાનિક બીમારીઓ છે. તેને સુધારવા માટેની થેરાપી સલાહકાર પૂરી પાડશે. PGDCC ના ટ્રેન થયેલા વિદ્યાર્થીઓ કેદીઓને એકલતા ન લાગે તેનું માનસિક તણાવ સ્વસ્થ કરવાના પ્રયત્નો હાથ ધરશે. જુદા જુદા પ્રકારની મનોવિજ્ઞાનની થેરાપીનો પ્રયોગ સલાહકાર દ્વારા કરવામાં આવશે. કેદીઓની મનસ્થ સ્થિતિ બધા પ્રત્યે સરખી થઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. મધ્યસ્થ જેલ ખાતેથી વિદ્યાર્થીઓની નામાવલી મંગાવામાં આવી છે. નામાવલી મોકલવામાં આવશે ત્યારબાદ તેની પ્રક્રિયા પૂર્ણ થતા તરત જ વિદ્યાર્થીની મધ્યસ્થ જેલમાં એક સલાહકાર તરીકે નિમણૂક થઈ જશે.

સરકાર અને મધ્યસ્થ જેલના અધ્યક્ષનો ઉમદા પ્રયાસ: ડો.યોગેશ જોગશણ

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગશણે જણાવ્યું કે, ગુજરાત સરકાર તથા મધ્યસ્થ જેલના અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું. જેલના કેદીઓની મનોવૈજ્ઞાનિક સુખાકારી માટે તેઓએ ઉત્તમ પગલું લીધું છે એની તેઓએ ખૂબ સારી તકેદારી દેખાવી છે.માનસિક સ્થિતિથી હેરાન થતા કેદીઓને કાઉન્સલિંગ મળી રહેશે. ગુજરાતના નાગરિક તરીકે આ ગર્વની બાબત છે કે આપણી સરકાર અને આપણા અધિકારીઓ કેદીઓની માનસિક સ્થિતિ સુધારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ મનોવિજ્ઞાનના ભવનના વિદ્યાર્થીઓ ભણીને તરત જ સારા વેતન સાથે રોજગારી મેળવી રહ્યા છે તેની પણ એક હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. એક અધ્યાપક તરીકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ તરીકે ગૌરવની લાગણી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.