Abtak Media Google News

વર્લ્ડ રોબોટીક ચેમ્પિયનશીપમાં ગુરૂકુળના છાત્રો અવલ્લ નંબરે

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક અને ઓટોમેશન , મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી , ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં વર્લ્ડ રોબોટિક ચેમ્પિયનશિપ -2022 નું આયોજન દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમ પર થયું હતું . જેમાં રાજકોટની   સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિધાર્થીઓએ  ફાસ્ટેસ્ટ લાઇન ફોલોવર રોબોટ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનો પરિચય આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ફ્લક ઉપર ગુરુકુલનું નામ રોશન કર્યું હતું .

Advertisement

આ સ્પર્ધામાં ભારત , ઈરાન , અફઘાનિસ્તાન , શ્રીલંકા , બાંગ્લાદેશ , નેપાળ જેવા એશિયાઈ દેશોના 5000 થી વધુ ઇનોવેટર્સ એ ભાગ લીધો હતો . જેમાં વિધાર્થીઓએ રોબો વોર , રોબો સ્નૂકર , રોબો રેસ , રોકેટ મેકિંગ , ડ્રોન મેકિંગ , ફાસ્ટેસ્ટ લાઇન ફોલોઅર રોબોટ જેવા વિષયોમાંથી કોઈ એક વિષય પસંદ કરીને તેના ઉપર પોતાનો રોબોટિક પ્રોજેક્ટ રજુ કરવાનો હતો . આ સ્પર્ધા માટે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શાળાઓના 12 જેટલા રોબોટિક પ્રોજેક્ટ પસંદગી પામ્યા હતા . જેમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સરકારી ગ્રાન્ટેડ શાળા તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિધાલય રાજકોટની પસંદગી થઇ હતી . ગુસ્કુલ રાજકોટમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા ફૂલતરીયા મિત , રંગાણી પાર્થ અને ગુપ્તા અભિમન્યુએ  ફાસ્ટેસ્ટ લાઇન ફોલોવર રોબોટ તૈયાર કર્યો હતો . ગુરુકુલ રાજકોટમાં ચાલતી અટલ ટીન્કરિંગ લેબમાં  વિકલ્પ   અને  એચ.પી. ભુડિયાના માર્ગદર્શન હેઠળ આ ત્રણે બાળકોએ બે પ્રકારના વિવિધ ડિઝાઇનના ફાસ્ટેસ્ટ લાઇન ફોલોઅર રોબોટ તૈયાર કર્યા હતા.

ઇન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમ દિલ્લી ખાતે વર્લ્ડ રોબોટિક ચેમ્પિયનશિપ- 2022 માં ભાગ લઇ  સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ રંગાણી પાર્થ ગુપ્તા અભિમન્યુ અને ફુલતરિયા મીતે ,  હિતેશ ભૂંડિયા સરના માર્ગદર્શન હેઠળ દેશ વિદેશના લોકો વચ્ચે ભારતનો ધ્વજ લહેરાવી સમગ્ર ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને ગુજરાત , રાજકોટનું નામ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના ગુરુજનોને   સ્વામિનારાયણ ગુરુકુળના ગુરુ સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ગુરુમહારાજ તેમજ મહંત સ્વામી સહિતના સંતોએ ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા . તેમજ પૂ જનમંગલ દાસ સ્વામી , શાળાના આચાર્ય  કે . જી . દવે અને સમગ્ર શાળા પરિવારે વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.