Abtak Media Google News

રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ મ્યુનિસિયલ કોર્પોરેશનના ઓડીટ રિર્પોટમાં આર્થિક અનિયમિતતાઓ અંગે આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટમાં ઓડિટરએ જણાવ્યું છે કે અગાઉ ૧૭ શાખાની સસ્પેન્સ એડની ઉપાડેલ રકમ રૂ.૪૧,૫૩,૪૫૦,૮૧ સરભર કરવાની બાકી છે. આજ સુધી કંઇ જ પ્રગતિ થઇ નથી તેમજ હિસાબી શાખા વારંવાર માંગવા છતાં માહિતી પૂરી પાડતી ના હોઇ સાચી પરિસ્થિતિ જાણી શકાયેલ નથી તેથી કમિશ્ર્નર કક્ષાએથી નોટિસ આપી એક મહિનામાં હિસાબો સરભરના થાય તો જે-તે શાખા અધિકારીઓના પગાર રોકવા, ઓડિટરના સૂચનમાં જણાવ્યા મુજબ ઉપરોકત રકમ છે તેનો હિસાબ મળતો નથી અને તેમાં ગેરરીતી થઇ છે.

ઓડિટના રીપોર્ટના આધારે સ્ટેન્ડિંગ કમિટિએ ઠરાવેલ કે મ્યુનિસિપલ ચીફ ઓડિટ તરફથી રજૂ કરવામાં આવેલ હિસાબી શાખાની કામગીરી તથા હિસાબી અન્વેપણ દરમિયાન જણાવ આવેલ મહત્વની અનિયમિતતાઓ અંગેનું ઓડિટ રીપોર્ટ વંચાણે લેવામાં આવે છે.

ઓડિટ રીપોર્ટમાં દર્શાવવામાં આવેલ મહત્વની અનિયમિતતાઓ અંગે વહેલાસર કાર્યવાહી કરવા તથા થયેલ કાર્યવાહીની નોંધ અત્રે વહેલા સર અચૂક મોકલવા સંબંધક અધિકારીને સૂચના આપવા મ્યુનિસિપલ કમિશ્ર્નરએ આગળની કાર્યવાહી કરવી વગેરે વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.