Abtak Media Google News

પેટમાંથી ૬ કિલોની ગાંઠ દૂર કરી મહિલાને આપ્યું નવજીવન

સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિધ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિધા પૂરી પાડનાર રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં ભચાઉના રહેવાસી દક્ષાબેન પરમાર જેને પેટમાં સખત દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલ હતા. બીજી પ્રસુતિ વખતે જ દક્ષાબેનના ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડેલ હતુ. પરંતુ ડીલીવરીની સાથે આ ગાંઠ કાઢવાનું ઓપરેશન ખૂબજ જોખમ ભર્યુ હતુ એટલે જ જે તે વખતે ગાંઠનું ઓપરેશન કરવામાં આવેલ ન હતુ. પરંતુ પેટમાં અસહ્ય દુ:ખાવાના કારણે તાત્કાલીક દક્ષાબેનને અંજારથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં વરિષ્ઠ ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞાબેન ગણાત્રાની સારવારમાં ખસેડવામાં આવેલ હતા.

Advertisement

ડો. જીજ્ઞાબેને તાત્કાલીક દર્દીની સોનોગ્રાફી અને એમ.આર. કરતા તેમના પેટમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયેલ ગાંઠની સાઈઝ જોતા ઓપન સર્જરી જ કરવી પડે તેમ હોવાથી સર્જરી કરી ગાંઠસફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલ હતી. સર્જરી વખતે હોસ્પિટલના વરિષ્ઠ યુરોલોજીસ્ટ ડો. રાજેશ ગણાપિણ સાથે રહેલ હતા. આવા કિસ્સામાં જો પૂરે પૂરી સાવચેતી રાખવામાં ન આવે તો પેટમાં જ ગાંઠ ફૂટી જવાની શકયતા રહે. પરંતુ ડો. જીજ્ઞાબેન ગણાત્રા જેવા અનુભવી અને વરિષ્ઠ તબીબે આ સર્જરી કરેલ હોવાથી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી દર્દીને નવજીવન બક્ષવામાં હોસ્પિટલને સફળતા મળી હતી.

આ અંગે માહિતી આપતા ડો. જીજ્ઞાબેન ગણાત્રાએ જણાવેલ હતુ કે આ પ્રકારની ગાંઠને તબીબી ભાષામાં મ્યુસીનસ સીસ્ટેડીનોમાં કહેવાય છે. સમયસરનાં નિદાન અને ચીવટભરેલ ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવેલ આ ગાંઠ ૨૫ સે.મી.-૨૫ સે.મી.અને સાડા છ કિલોના વજનની હતી ખૂઊબજ ગંભીર પ્રકારના કેસનો નિષ્ણાંત તબીબોએ વોકહાર્ટ હોસ્પિટલમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ માત્ર ૩ જ દિવસનાં રોકાર બાદ તંદુરસ્ત અવસ્થામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ સચોટ નિદાન અને નિપુણતાભરી સારવાર જો દર્દીને પ્રાપ્ત થાય તો દર્દી ચોકકસ નવજીવન પ્રાપ્ત કરી શકે છે.તેનું આ ઉદાહરણ છે. દર્દીની આર્થિક સ્થિતિ ખૂબજ નબળી હોવાથી અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ તરફથી તેમને આર્થિક સહાય કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.