Abtak Media Google News

વીવીપી કોલેજના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ તથા ગુજકોસ્ટના સંયુકત ઉપક્રમે

આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમાં વિકાસની હરણફાળ જોવા મળેલ છે. ઈન્ટરનેટ અને અત્યાધુનિક મોબાઈલ તથા કોમ્યુનિકેશનની અદ્યતન ટેકનોલોજીને લીધે ઈન્ડસ્ટ્રીયલ તથા હોમ ઓટોમેશન ક્ષેત્રે આઈ.ઓ.ટી. એટલે કે ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝના માધ્યમ થકી નવા જ ટેકનોલોજીના આયામો જોવા મળશે. ઘરનાં બધાં જ ઈલેકટ્રીકલ એપ્લાયન્સીસથી લઈ ઈન્ડસ્ટ્રીઝની મોટી મશીનરીનો ટોટલ કમાન્ડ ઈલેકટ્રોનિકસનાઅદ્યતન સંશોધનો જેવા કે આરડયુનો ઉનો, રાસબરી પાઈ, આરડયુનો નોડ એમસીયુ (વાયરલેસ)નો ઉપયોગ કરી થઈ શકશે. આ અદ્યતન ઈલેકટ્રોનિકસ બોર્ડના ડેવલપમેન્ટથી અત્યાર સુધી માઈક્રો પ્રોસેસર અને માઈક્રો કંટ્રોલર પર જે અટપટા અને ખુબ લાંબા પ્રોગ્રામ લખીને થઈ શકતા તેવા કાર્યો સરળ પ્રોગ્રામીંગ અને રેડીમેડ ટુલબોક્ષથી ખુબ ઝડપથી થઈ શકે છે.

Advertisement

અગાઉ જટિલતાને કારણે જે ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીના ઉપયોગ પુરતી સિમિત હતી તે હવે હોમ ઓટોમેશનને સરળ બનાવીને વ્યાપક ઉપયોગમાં આવી રહી છે. ફોરજી આવવાથી ઈન્ટરનેટના તમામ માધ્યમોમાં ઝડપ વધી રહી છે ત્યારે તે વાયરલેસ ટેકનોલોજી અને એમ્બેડેડ સિસ્ટમના આરડયુનો રાસબરી પાઈ જેવા સંશોધનોનો સમન્વય કરી ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝથી ઈન્ડસ્ટ્રીયલ તથા હોમ ઓટોમેશન ક્ષેત્રે ઈલેકટ્રોનિકસ ક્રાંતિ નજીકના ભવિષ્યમાં જોવા મળશે.

પ્રથમ દિવસે તજજ્ઞ આશુતોષ ભટ્ટ દ્વારા પાયથોન પ્રોગ્રામીંગ પર હેન્ડસઓન સેશન લેવામાં આવ્યું. ત્યારબાદ ત્રણ દિવસો સુધી પ્રો.જીજ્ઞેષ પાટોલિયા કે જે આ ક્ષેત્રના ખુબ જાણીતા એક્ષપર્ટ છે તેમના દ્વારા આઈઓટી આર્કિટેકચર, રાસબરી પાઈ સાથે સેન્સર્સનું ઈન્ટરફેસીંગ અને આઈઓટી ડિઝાઈન કરવા માટેના પ્રોટોકોલ્સ ઉપર સેશન્સ લેવાયા. પાંચમાં દિવસે પ્રેકટીકલી આ બાબતોને જોવા માટે ફિલ્ડ ટુરનું આયોજન કરાયું જેમાં હોમ ઓટોમેશન માટે આદર્શ ઉદાહરણ‚પ સંવેદના હાઈટસની મુલાકાત લેવામાં આવી.

આ ઉપરાંત કોલેજના આચાર્ય ડો.જયેશ દેશકર દ્વારા લાઈફ સ્કીલ્સ વિષય પર ખુબ જ ચિંતનાત્મક અને વિચારશીલ સેશન લેવામાં આવ્યું. સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે આ એસટીટીપીમાં ભાગલેનારા વિદ્યાર્થીઓ ખુબ લાભ ઉઠાવે તે માટે શુભેચ્છાઓ આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.