Abtak Media Google News
બંગાળની ખાડીમાં સબમરીનમાંથી મિસાઈલે સટિક નિશાન સાધ્યું !! પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન આઈએનએસ અરિહંતમાંથી જમીન, હવા અને સમુદ્રમાં મિસાઈલ છોડી શકાશે

આઈએનએસ અરિહંતમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડવાનું સફળ પરીક્ષણ થયું હતું. બંગાળની ખાડીમાં રખાયેલું નિશાન અરિહંતમાંથી છોડેલી બેલાસ્ટિક મિસાઈલે આબાદ સાધ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી. આ સબમરીન પરમાણુ ક્ષમતાથી સજ્જ છે.સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે આઈએનએસ અરિહંત સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી.

Advertisement

બેલાસ્ટિક મિસાઈલનું આ પરીક્ષણ સફળ રહ્યું હતું. બંગાળની ખાડીમાં રખાયેલા નિશાનને અરિહંતમાંથી દાગેલી મિસાઈલે આબાદ ભેદી બતાવ્યું હતું. પરીક્ષણ દરમિયાન નિર્ધારેલા બધા જ માપદંડોને પૂરા કરાયા હતા.પરમાણુ સજ્જ અરિહંત સબમરીનમાંથી હવાઈ, સમુદ્રી અને ધરતી પર નિશાન સાધી શકાય છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ભારતની સરહદોનું રક્ષણ કરવા માટે આ પરીક્ષણ થયું હતું. અરિહંત નો ફર્સ્ટ યુઝની નીતિ જાળવી રાખવા કટિબદ્ધ છે. આઈએનએસ અરિહંત સબમરીન દેશની એકમાત્ર પરમાણુ સજ્જ સબમરીન છે, જેમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.