Abtak Media Google News
આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવા તાકીદ: ઉમેદવારની પસંદગી, પ્રચાર-પ્રસાર અંગે પણ મંથન

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન પણ ગમે ત્યારે કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે ગઇકાલે રાત્રે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સરકારી નિવાસસ્થાને ગુજરાતની ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મોદી અને શાહે પાંચ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. જેમાં વિવિધ મુદ્ે ચર્ચાઓ કરવામાં આવી હતી. મેરેથોન બેઠકમાં પટેલ-પાટીલને મોટુ હોમવર્ક આપી દેવાયું છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે ત્યારે ગઇકાલે રાત્રે દિલ્હી ખાતે પીએમ નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાંચ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. પાંચ કલાક સુધી ચાલેલી આ લાંબી બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આચારસંહિતા લાગુ પડે તે પૂર્વ રાજ્યમાં પૂર્ણતાના આરે હોય તેવા વિકાસ કામોનું લોકાર્પણ કરી દેવા અને મંજૂર થયેલા કામોનું ખાત મુહુર્ત કરી નાંખવા તાકીદ કરવામાં આવી હતી.

રાજ્યની 182 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી પ્રચાર-પ્રસાર, વ્યૂહરચના સહિતના મુદ્ે કલાકો સુધી ચર્ચાઓ બાદ મોદી અને શાહ દ્વારા ફરી ગુજરાતને ફતેહ કરવા પટેલ-પાટીલને મોટુ હોમ વર્ક આપી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.