ટીકટોક વીડિયો બનાવવાની આવી સજા? ક્યારે સુધરશે પાકિસ્તાન ? છળે ચોકે યુવતીના કપડાં ફાળ્યા, જુઓ વીડિયો

પાકિસ્તાન પોતાના કૃત્યોના કારણે અવાર-નવાર સોશિયલ મીડિયામાં છવાયેલું હોય છે . ત્યારે ફરી એક વખત પાકિસ્તાનમાં એક શરમજનક ઘટના બની છે. લોકોએ પાકિસ્તાનમાં એક મહિલા સાથે એવું શરમજનક કૃત્ય કર્યું, જેની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. પાકિસ્તાનમાં લોકો 14 ઓગસ્ટના દિવસે 400 લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી મિનારા-એ-પાકિસ્તાન પર કરી રહ્યા હતા અને આ મહિલાઓ ટિકટોક પર વીડિયો બનાવી રહી હતી.

આ મહિલાએ આરોપ ત્યાના સ્થાનિકો પર લગાવ્યો છે કે અહીં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેના કપડા ફાળી નાખવામાં આવ્યા અને લોકોએ તેને હવામાં ફેંકી દીધી. આ સાથે જ લોકોએ મહિલાને ઉગ્ર રીતે માર પણ માર્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, મહિલા તેના છ સાથીઓ સાથે શનિવારે સ્વતંત્રતા દિવસ પર મીનાર-એ-પાકિસ્તાન પાસે એક વીડિયો બનાવી રહી હતી, ત્યારે લગભગ 300 થી 400 લોકોએ તેના પર હુમલો કર્યો.

લાહોર પોલીસે મંગળવારે શહેરના ગ્રેટર ઇકબાલ પાર્કમાં બનેલી ઘટના સંદર્ભે સેંકડો લોકો સામે કેસ નોંધ્યો છે. મહિલાની વીંટી અને કાનની બુટ્ટીઓ, તેના એક સહયોગીનો મોબાઈલ ફોન, ઓળખ કાર્ડ અને 15,000 રૂપિયા રોકડા છીનવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ કહ્યું, “અજાણ્યા લોકોએ અમારા પર હુમલો કર્યો. લાહોરના પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) સાજિદ કિયાનીએ પોલીસ અધિક્ષકને આ ઘટનામાં શકમંદો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ લોકો સુધી પહોંચતાની સાથે જ પાકિસ્તાનીઓ સમગ્ર વિશ્વમાં અપમાનિત થવા લાગ્યા. આ સમાચાર સાંભળીને લોકોને ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારથી આ મુદ્દો ઈન્ટરનેટની દુનિયામાં છવાયેલો છે. પરિણામે, પાકિસ્તાનીઓના આ કૃત્યની સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ રહી છે. આ જ મુદ્દાના લીધે #minarepakistan ટ્વિટર પર પણ ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનીઓનો આ ગેરવર્તન જોયા બાદ દરેક લોકો તેમને ટિપ્પણી આપી રહ્યા છે. કેટલાક લોકો એટલા ગુસ્સામાં હતા કે તેઓ પાકિસ્તાનીઓને ગાળો આપવામાં પણ શરમાતા નથી.

એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે પાકિસ્તાનીઓની અંદરનો વ્યક્તિ મરી ગયો છે. જાહેરમાં એક મહિલા સાથે આવું ઘટિયા કૃત્ય થયું અને લોકો જોતા રહ્યા . અન્ય એક યુઝરે લખ્યું કે સત્યમાં પાકિસ્તાન કોઈ નરકથી ઓછું નથી. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે આખરે લોકોને આટલી હિંમત ક્યાંથી મળે છે. જે સ્થળે સ્ત્રી સાથે આવું ગેરવર્તન કરવામાં આવ્યું છે, તે સ્થળના લોકો કઈ માટીમાંથી બનેલા હશે તે વિચારથી આત્મા કંપી જાય છે.