Abtak Media Google News

ટીવી, ફ્રીજ, અને બલ્બ બળી ગયા: વોલ્ટેજ વધઘટની સમસ્યા રોજીંદી બનતા લોકોમાં રોષ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અવાર-નવાર પીજીવીસીએલ ની બેદરકારી સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વધુ એક બેદરકારી સામે આવવા પામી છે શહેરના પતરાવાળી ચોક પાસે આવેલ વાદી પરા વિસ્તારમાં અચાનક ઈલેક્ટ્રીક ઉપકરણો કરંટ વધી જતા 30 ઘરમાં ઈલેક્ટ્રીક ઉપકરણો અને નુકસાન થવા પામ્યુ છે. જેમાં વાદીપરા વિસ્તારમાં વીજકરંટ કરંટ વધી જતા ફ્રીઝ અને ટીવી જેવા મોટા ઇલેક્ટ્રોનિક સાધન ને પણ નુકસાન થવા પામ્યુ છે.

Advertisement

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં આવેલા વાદી પરા વિસ્તારમાં અચાનક જીબીના વાયરો માંથી આવતા કરંટ અને પાવર વધી જતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને નુકસાન થવા પામ્યું છે જેવા 15થી વધુ ટીવી બે ફ્રીજ પંખા અને 60થી વધુ ઇલેક્ટ્રોનિક લાઈટ બળીને ખાક બની છે 30થી વધુ ઘરોમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વધુ એક પીજીવીસીએલ ની બેદરકારી સામે આવવા પામી છે.

શહેરની પતરાવાળી ચોક વિસ્તારમાં આવેલા વાદી પરા વિસ્તારમાં બપોરના સમયે ઇલેક્ટ્રોનિક ટી સી માં બન્ને વાયરો એક થતાં ઘર વપરાશ માટે આવતાં ઇલેક્ટ્રોનિક કરંટ માં અચાનક વધારો થતાં 30થી વધુ ઘરોમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાખ બની જવા પામી છે જેમાં મોટાભાગે એલઇડી ટીવી ફ્રીઝ જેવી વસ્તુઓ બળી જવા પામી છે અને પંખા લાઈટો પણ બની જવા પામી છે જેને લઇને સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

1616475282584

પતરાવાળી ચોક વિસ્તારમાં આવેલા વાદી પરા વિસ્તારમાં કરંટ ઇલેક્ટ્રોનિક માન વધી જતા 30થી વધુ કરવામાં નુકસાન થવા પામ્યું છે જેમાં 10થી વધુ સ્ટેબિલાઇઝર પણ આ વધી ગયેલા કરંટ ઉડાડી દીધા છે ત્યારે બપોરના સમયે ટી.વી ફ્રિજ ભડાકા સાથે ઉડી ગયા હતા 15થી વધુ ટીવી બળીને ખાખ બની જવા પામ્યા છે બીજી તરફ ફ્રીજ પણ ઉડી જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે વધી ગયેલ કરંટ ને તે સ્ટેબિલાઇઝર પણ કાબૂમાં મેળવી શક્યો ન હતો.

નુકશાની અંગે વીજ કંપની સામે ફરિયાદ દાખલ કરાશે

સુરેન્દ્રનગર વાદીપરા વિસ્તારમાં અચાનક કરંટ વધી જતા 30થી વધુ ઘરોમાં ઇલેક્ટ્રોનિક સાધનો ને નુકસાન થવા પામ્યું છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાખ બની જવા પામી છે જેમાં ટીવી ફ્રીઝ પંખા લાઈટો તેવી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક પાવર વધી જતાં ઉડી જવા પામી છે ત્યારે જે ઘરોમાં વીજળી સંસાધનોને પાવર વધી જતાં નુકસાન થયું છે તેમના ઘર માલિકો સુરેન્દ્રનગર પીજીવીસીએલ સામે ફરિયાદ દાખલ કરશે તેઓ હાલમાં સ્થાનિક લોકો દ્વારા અને આગેવાનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે 15 થી વધુ ટીવી એકસાથે ઉડી જવા પામ્યા છે બે ફ્રિજને પણ નુકસાન થવા પામ્યું છે અને 60થી વધુ લેમ પણ એક જ શેરીમાં ઉડી જવા પામ્યા છે અને પંખાને પણ નુકસાન થવા પામ્યું છે.જેને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે પીજીવીસીએલની બેદરકારીના કારણે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.