Abtak Media Google News

પૂર્વ કચ્છ ગાંધીધામ અને સામખીયાળી પાસે પોલીસે વિદેશી દારૂ અંગે દરોડા પાડી ગાંધીધામના મીઠી રોહરની વાડીમાંથી રૂા.29 લાખની કિંમતના વિદેશી દારૂ મળી આવતા વાડી માલિકની પોલીસે શોધખોળ હાથધરી છે. જ્યારે સામખીયાળી પાસે પાર્ક કરેલા ક્ધટેનરમાંથી રૂા.13.51 લાખની કિંમતના દારૂ અને બિયર સાથે ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી છે.

ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ખાતે રૂચી સોયા કંપનીની દિવાલ પાસે મુસ્લિમ જમાતના ખેતરમાં મામદ અઘા સોઢા નામના શખ્સે વિદેશી દારૂ મગાવી છુપાવ્યાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂા.29 લાખની કિંમતના 7,572 બોટલ વિદેશી દારૂ અને 960 બિયરના ટીન મળી આવતા પોલીસે ખેતર માલિક મામદ સોઢાની શોધખોળ હાથધરી છે.

જ્યારે સુરજબારી નજીક આવેલી અજન્તા હોટલ નજીક જી.જે.6એચયુ. 9963 નંબરના ક્ધટેનરમાં ચોર ખાનું બનાવી વિદેશી છુપાવી કચ્છમાં લાવવામાં આવતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પી.આઇ. એસ.એસ.દેસાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.13.51 લાખની કિંમતના નવ હજાર બોટલ વિદેશી દારૂ અને 504 બિયરના ટીન મળી આવતા ક્ધટેનર કબ્જે કરી ટ્રક ચાલક રાજસ્થાનના સતપાલસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, બિયર અને ક્ધટેનર મળી રૂા.23.57 લાખનો મુદામાલ ક્બ્જે કર્યો છે. દરોડા દરમિયાન નાશી છુટેલા નાસી છુટેલા મનસુખ ચમન વાળંદની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.