Abtak Media Google News

અમદાવાદની હિંદુજા હોસ્પિટલમાં ફિઝિશિયન્સ અને કાર્ડિઓલોજિસ્ટ વચ્ચે થયેલી ડીબેટનું તારણ..

ખાંડની “કડવાશ ફેટ વધારી નવું કોલેસ્ટેરોલ ઊભું કરે છે ! અત્યાર સુધી એવું સિધ્ધ થતું આવ્યું છે કે ખોરાકમાં વધુ પડતી ગળાશ એટલે કે ખાંડ ડાયાબિટિસ (મધુપ્રમેહ)ની વ્યાધિને નોતરે છે.

અમદાવાદની હિંદુજા હોસ્પિટલના સિનિયર કાર્ડિઓલોજિસ્ટે કહ્યું કે, હાઈ ફેટ ફૂડ ખાવાથી શરીરમાં કોલેસ્ટેરોલ લેવલનું પ્રમાણ વધે છે. સુગર વધુ પ્રમાણમાં ખવાય તો ડાયાબિટિસનું જોખમ તો રહે જ છે સાથો સાથ તેનાથી ફેટનું પ્રમાણ વધે છે જે શરીરમાં કોલેસ્ટેરોલ ઊભું કરે છે. માત્ર તૈલી પદાર્થ ખાવાથી જ ફેટ વધે એવું નથી ખાંડનું વધુ પડતું સેવન પણ ફેટનું સ્તર વધારે છે તે હવે સાબિત થયું છે.

ગુજરાતના આગેવાન ફિઝિશિયન્સ ડો.હર્ષદ ગાંધી, ડો.જયોતિન્દ્ર ભટ્ટ, ડો.પ્રેમલ ઠાકોરે આ વિષય પર ડીબેટ કરી હતી. જેમાં કાર્ડિઓલોજિસ્ટ્સ ડો.સમીર દાનિ, ડો.સુનિલ થાનવિ, ડો.રશ્મિત પંડયા વિગેરે પણ જોડાયા હતા. મુંબઈની (કેમ) હોસ્પિટલના સિનિયર કાર્ડિઓલોજિસ્ટ ડો.પ્રફુલ્લા કેરકરે કહ્યું કે, અત્યારે વીસી, ત્રીસી કે ચાલીસીમાં પ્રવેશેલા પણ કાર્ડિઆક પેશન્ટ તરીકે આવે છે તે ખતરા‚પ બાબત છે.

જંક ફૂડ પ્રત્યે પ્રેમને કસરત પ્રત્યે નફરત

કાર્ડિઓલોજિસ્ટ ડો.સમીર દાનિએ કહ્યું કે આપણે ભારતીયોમાં જંક ફૂડ (સમોસા, ભજિયા, દાબેલી, બર્ગર, ચીઝી ફૂડ, ગાંઠિયા, મીઠાઈ) પ્રત્યે પ્રેમ અને કસરત પ્રત્યે નફરત તે વધતા કાર્ડિઆક કેસ માટે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદની હિન્દુજા હોસ્પિટલ ખાતે ફિઝિશિયન્સ અને કાર્ડિઓલોજિસ્ટસ વચ્ચે ડીબેટનું આયોજન થયું હતું. જેમાં ખોરાકમાં ખાંડનું વધુ પડતું પ્રમાણ શરીરમાં ફેટ વધારી કોલેસ્ટેરોલ કઈ રીતે ઊભુ કરે તેના પર ચર્ચા થઈ હતી. ડો.થાનવિ કહે છે કે કોલેસ્ટેરોલ કાંઈ વિલન જ છે તેમ માની લેવાની જ‚ર નથી. તેથી આ શબ્દ સાંભળીને લોકોએ મનમાં ભ્રમ પેદા કરવાની જરાય જ‚ર નથી. જ‚ર માત્ર છે. અવેરનેસની આજથી કસરત કરવા મંડો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.