Abtak Media Google News

માઇક્રો ક્નટેઈન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતોમાં કાર્યવાહી ન કરવાનું માર્ગદર્શન: કોરોનાની ગાઇડ લાઇન મુજબ કામગીરીનો પ્રારંભ થશે

કોરોના વાયરસના કારણે સર્જાયેલી મહામારીથી છેલ્લા ચારેક માસથી રાજયની તમામ અદાલતમાં માત્ર અરજન્ટ કામગીરીને પ્રાધાન્ય આપી અન્ય કોઇ કામગીરી હાથ પર ન લેવામાં આવતા ઘણા વકીલો આર્થિક હાલત કફોડી બની જતા આગામી તા.૪ ઓગસ્ટથી નીચેની અદાલતમાં ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવા હાઇકોર્ટ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. કોરોના અંગેની ગાઇડ લાઇન મુજબ નીચેની કોર્ટમાં કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે.લાંબા સમયથી અદાલતોમાં ફિઝીકલ કામગીરી ઠપ થઇ જતા માત્ર આભાસી કોર્ટ કાર્યવાહીની કામ ચલાવવું પડતું હતું. જેના કારણે જુનિયર એડવોકેટની હાલત દયાજનક બની ગઇ છે. વકીલોના હિતમાં તાકીદે અદાલતમાં ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવા વિવિધ વકીલ મંડળ દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટીશ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જેના પગેલા હાઇકોર્ટ દ્વારા નીચેની અદાલતોમાં ફિઝીકલ ચાલુ કરવા માટે જરૂરી સુચના આપી તા.૪ ઓગસ્ટથી ફિઝીકલ કામગીરી ચાલુ કરવા સુચના આપી છે. જેમાં અદાલતોમાં વિડો સુવિધા સાથે અલગ રૂમ ઉભો કરવો જેમાં વિશેષ કાઉન્ટર બનાવું તેમા પક્ષકારો અને એડવોકેટ પોતાની રજૂઆત શિલબંધ કવરમાં લેખિત આપી શકે તેવી વ્યવસ્થા કરવા સુચન કર્યુ છે. આ રીતે કેસ ફાઇલ કરવા માટેનો સમય સવારે ૧૧ થી બપોરના ૨ વાગ્યા સુધીનો રહેશે, ફિઝીકલ કોર્ટના કવર પ્રાપ્ત થયા બાદ કવરને ૨૪ કલાક સુધી અલગ જગ્યાએ અનામત રાખ્યા બાદ તેની ચકાસણી કરી નોંધણી કરી જે તે વિભાગને ઇ ફાઇલીંગ માટે કવરને મોકલી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોર્ટમાં ફિઝીકલ ફાઇલીંગ થયા બાદ કેસની મહત્વતા ધ્યાને લઇ તાત્કાલીક સુનાવણી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સની કામગીરી કરવા સુચના આપી છે. તમામ કામગીરીને કોરોના માટે જાહેર કરાયેલી ગાઇડ લાઇન મુજબ કરવા હાઇકોર્ટ દ્વારા તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.