Abtak Media Google News

અલ નીનોની વિપરીત પરિસ્થિતિને કારણે ઘઉંનું ઉત્પાદન પણ ઘટશે, માવઠાની સંભાવના

સમગ્ર વિશ્વ ગ્લોબલવોર્મિંગના યુગમાં જીવી રહ્યું છે ત્યારે દુનિયામાં ગરમી વધવી સ્વાભાવિક છે.ભારતમાં તાપમાનમાં ગયા મહીને રેકોર્ડ તૂટ્યો છે.વર્ષ 1877 પછી આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સરેરાશ સૌથી વધુ ગરમ રહ્યો છે.ફેબ્રુઆરીમાં સરેરાશ માસિક મહત્તમ તાપમાન 1877 પછી સૌથી વધુ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 1901 પછી પાંચમા ક્રમે રહ્યું હતું. હવામાન વિભાગના મત મુજબ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ ગરમી 29.54 ડિગ્રી સે. નોંધાઈ છે જેમાં દિલ્હીમાં સરેરાશ તાપમાન 63 વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી સે. હતું. વધુમાં આ વખતે ઉનાળામાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને ’ઘાતક લૂ’ની ચેતવણી અપાઈ છે. તેમજ ઘણા વિસ્તારોમાં આ મહિને હજુ તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

સામન્ય રીતે હોળી પછી ગરમીનો અહેસાસ થતો હોય પરતું આ વર્ષે ગત મહિનાથી જ ગરમી અનુભવાઈ છે. તેમજ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચની શરુઆતથી જ વાતાવરણમાં પલટો આવશે અને મહિનાની શરૂઆતમાં જ એટલે કે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

બીજી બાજુ,માર્ચ મહિના કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ અને મેમાં કાળઝાળ ગરમી અનુભવાઈ શકે છે.તેવું હવામાન વિભાગના હાઈડ્રોમેટ અને એગ્રોમેટ સલાહકાર સેવાના વડા એસસી ભાવને જણાવ્યું હતું.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ વર્ષ 2015થી લઈને 2020 વચ્ચે લૂથી અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા બમણાથી વધુ થઈ છે.ભારત સતત ત્રીજા વર્ષે લા નીનાની સ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. તેના પગલે સામાન્યથી ઓછો વરસાદ થાય છે. આ દરમિયાન દેશમાં બદલાતા વાતાવરણના કારણે જરૂરિયાત પૂરતો વરસાદ પણ નથી થઈ રહ્યો. એક રિપોર્ટ મુજબ વર્ષ 2023ના પ્રારંભિક બે મહિનામાં દેશમાં અંદાજે 85 ટકા ભાગ પર વરસાદનું એક ટીપું પણ નથી પડયું. દેશમાં કુલ 264 જિલ્લામાં બે મહિનામાં વરસાદ નથી પડયો, જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

યુ.એસ. સરકારની હવામાન એજન્સી, નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન , હવામાન વિભાગે પણ પેસિફિકમાં અલ નીનોની સ્થિતિ પરત આવવાની આગાહી કરી છે જે ભારતમાં નબળા ચોમાસાનો સંકેત હોઈ શકે છે, જેના પરિણામે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થશે અને કોમોડિટીના ઊંચા ભાવ થશે.હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1લી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી વચ્ચે દેશના કુલ 717 જિલ્લામાંથી 264માં વરસાદ નથી પડયો જ્યારે 243માં ખૂબ જ ઓછો અને 100 જિલ્લામાં ઓછો વરસાદ પડયો છે. માત્ર 54 જિલ્લા એવા છે જ્યાં સામાન્ય વરસાદ થયો છે. જ્યાં મુખ્ય રવિ પાક ઘઉં ઉગાડતા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 35-39 ડિગ્રી સેલ્સિયસ હતું, ગયા વર્ષે, ઘઉં ઉત્પાદક રાજ્યોમાં તાપમાનમાં સમાન વધારો ઘઉંનું ઉત્પાદન 2021 માં 109.59 મિલિયન ટનથી ઘટીને 106.84 મિલિયન ટન પર લાવી દીધું હતું,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.