Abtak Media Google News
  • શિસ્તના ભોગે કંઇ ન ખપે !!!
  • મંત્રીમંડળનું વિસ્તરણ કરશે: પરિણામના આધારે ઝોનવાઇઝ મંત્રી પદ અપાશે: સંગઠનમાં પણ મોટા ફેરફારો નકકી

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઘટેલી મતદાનની ટકાવારીએ સત્તાધારી પક્ષ ભાજપમાં ચિંતાનું વાતાવરણ ઉભુ કરી દીધું છે. તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની વાત હવે એક બાજુ રહી ગઇ છે. હવે જીત મહત્વપૂર્ણ બની જવા પામી છે. આગામી 4 જુન અર્થાત લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સરકાર અને સંગઠનમાં ભાજપ હાઇકમાન્ડ ધરખમ ફેરફાર કરે તેવી સંભાવના પ્રબળ બની જવા પામી છે.

Advertisement

ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ભાજપ તમામ 6 બેઠકો જીતી રહ્યું છે. સતત ત્રીજી વખત કિલનશીપ કરવા માટે ભાજપ સામે કોઇ પડકાર હતો પરંતુ ઉમેદવારો અને ભાજપના નેતાઓના બગડેલા બોલના કારણે વાતાવરણ બગડયું હતું. તમામ બેઠકો આસાનીથી ભાજપ જીતી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ હવે ત્રણચાર બેઠકો પર ભાજપ માટે પડકાર ઉભો થયો છે.

સંગઠન પણ પોતાની તાકાત બતાવવામાં નિષ્ફળ રહ્યું હતું. પેજ સમિતી અને પેજ પ્રમુખ માત્ર કાગળ પર સજીવન રહ્યા હતા. મતદાનની ટકાવારી વધારવા સહિતની કામગીરીમાં નિષ્ફળ રહ્યું હતું. અનેક જગ્યાએ ભાજપના નેતાઓએ પક્ષમાં રહી પક્ષને નુકશાન પહોચાડવાનું કામ કર્યુ હતું. રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણીથી ક્ષત્રીય સમાજમાં રાજયભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી દીધી છે. હવે ચોથી જુન અર્થાત લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસની રાહ જોવામાં આવી રહી છે. જો પરિણામ વિપરિત આવશે તો સરકાર અને સંગઠનમાં ઘડમુળથી ફેરફાર કરવામાં આવશે. પરિણામ ભાજપ તરફી રહેશે અને ધારી લીડ નહી મળે તો પણ હાઇકમાન્ડ ગાજ ઉતારશે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની મુદત ઘણા સમયથી પૂર્ણ થઇ જવા પામી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નવા પ્રદેશ અઘ્યક્ષ આવશે તે નિશ્ર્ચીત છે.

ઉપરાંત આખુ સંગઠન માળખુ પણ નવું હશે. જેમાં પક્ષ માટે પરસેવો પાડનારાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. તાલુકા કક્ષાથી લઇ પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે. ઉપરાંત હાલ સરકાર પણ માત્ર 17 સભ્યોના મંત્રી મંડળથી ચલાવવામાં આવી રહી છે. મોટાભાગના મંત્રીઓ  પર કામનું ભારણ હોવાથી તેઓ સારુ પર્ફોમેન્ટ આપી શકયા નથી ચુંટણી પરિણામ બાદ સરકારમાં પણ મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જે મંત્રીઓના મતક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવારોને લીડ નહી મળે અથવા ધાર્યા કરતા ઓછી મળશે.

તેઓને ઘેર બેસાડી દેવામાં આવશે. જયાંથી લીડ વધુ નીકળશે તેને વધુ મહત્વ આપવામાં આવશે.

 તાલુકા કક્ષાથી લઇ પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે. ઉપરાંત હાલ સરકાર પણ માત્ર 17 સભ્યોના મંત્રી મંડળથી ચલાવવામાં આવી રહી છે. મોટાભાગના મંત્રીઓ  પર કામનું ભારણ હોવાથી તેઓ સારુ પર્ફોમેન્ટ આપી શકયા નથી ચુંટણી પરિણામ બાદ સરકારમાં પણ મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જે મંત્રીઓના મતક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવારોને લીડ નહી મળે અથવા ધાર્યા કરતા ઓછી મળશે.

તેઓને ઘેર બેસાડી દેવામાં આવશે. જયાંથી લીડ વધુ નીકળશે તેને વધુ મહત્વ આપવામાં આવશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.