Abtak Media Google News
  • નકલી કંપનીઓ થકી શેરબજારમાં મોટે પાયે રોકાણ કર્યું હોવાની એમડીની કબૂલાત: ઇડી દ્વારા તપાસનો ધમધમાટ

મહાદેવ બેટિંગ એપની વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. હવે આ ગોટાળાના રૂ. 1000 કરોડથી વધુ શેરબજારમાં રોકાણ કરાયા હોવાનું બહાર આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપી સુરેશ ચૌકાનીએ કબૂલ કર્યું છે કે નકલી કંપનીઓ થકી શેરબજારમાં મોટે પાયે રોકાણ કર્યું છે.

Advertisement

મહાદેવ સટ્ટાબાજીની એપના 1 હજાર કરોડનું ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) આ રેકેટની તપાસ કરી રહી છે. આરોપી સુરેશ ચોકાનીની પૂછપરછમાં આ ખળભળાટજનક માહિતી મળી હતી. બનાવટી કંપનીઓ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની કબૂલાત ચૌકાનીએ કરી હતી. ઈડીને તેણે માહિતી આપી હતી કે સ્ટોક એક્સચેન્જ એપનો રોકાણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈડીની તપાસ દરમિયાન સુરેશ ચૌકાનીએ હરીશંકર ટિબરેવાલ નામની વ્યક્તિનું નામ સામે આવ્યું છે. ઈડીને શંકા છે કે મહાદેવ સટ્ટાબાજી મેળવેલા 1 હજાર કરોડ ભારતની જ બનાવટી કંપની અને ડી-મેટ એકાઉન્ટ ખોલીને શેરબજારમાં રોકાણ કરવામાં  આવ્યું હતું. આ સંબંધિત અમુક દસ્તાવેજો પણ ઈડીને મળ્યા છે. હવે આ કંપનીઓ ક્યારે સ્થાપાઈ તેમની પૃષ્ઠભૂમિ શું છે એની દસ્તાવેજોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મહાદેવ બેટિંગ એપ પ્રકરણમાં અગાઉ મુંબઈ પોલીસે અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી હતી. તે મુખ્ય આરોપીના સંપર્કમાં હતો. તેના સર્વ બેન્ક વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બુધવારે તેની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે વધુ એક દિવસ કસ્ટડી લંબાવી હતી. સાહિલ પર આરોપ થયા પછી તેણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈ કોર્ટે અરજી નકારી કાઢી હતી. આ પછી તે ભાગી ગયો હતો. મુંબઈ પોલીસે ગોવા, કર્ણાટક, હૈદરાબાદમાં તેનો પીછો કર્યો હતો અને આખરે છત્તીસગઢના જગદલપુરમાં તેને ઝડપી લેવાયો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.