Abtak Media Google News

સુનંદા પુષ્કર મર્ડર કેસમાં દિલ્હીની કોર્ટે પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે. હવે શશિ થરૂરે એક આરોપી તરીકે ટ્રાયલ કોર્ટનો સામનો કરવો પડશે. થરુર પર આત્મહત્યા માટે ઉશકેરવા એટલે કે આઈપીસી 306 અને લગ્ન જીવનમાં ક્રૂરતા એટલે કે 489Aનો આરોપ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લઈને કોર્ટે કહ્યું છે કે, શશિ થરુર સામે આ કલમ અંતર્ગત કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે.

Advertisement

દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે આ મહત્વના મુદ્દાઓ

ચાર્જશીટમાં ફરિયાદી પક્ષના વકીલે કહ્યું છે કે, સુનંદા અને શશિના લગ્ન જીવનને 3 વર્ષ અને 3 મહિના થયા હતા. બંનેના આ ત્રીજા લગ્ન હતા અને તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. એરપોર્ટ ઉપર પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો તે વાત સુનંદાના ઘણાં મિત્રોએ જણાવી હતી.સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે સુનંદા ડિપ્રેશનમાં હોવાના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. તેની મૃત્યુ વખતે તેની પાસેથી એલપરેક્સની 27 ટેબલેટ પણ મળી હતી. તેણે કેટલી લીધી તે ખબર પડી નથી. તેનું મોત એલપરેક્સના ઝેરના કારણે થયું હોવાનું સાબીત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.