Abtak Media Google News

મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલી સીઝફાયર પર સીતારમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન શસ્ત્ર વિરામની નીતિ લાગુ કરી છે. સાથે જ તેઓએ કહ્યું કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ છે, જો અમને ઉકસાવવામાં આવશે તો અમે જરૂર જવાબ આપીશું.

Advertisement

પાકિસ્તાનના મુદ્દે રક્ષા મંત્રીએ વધુમાં શું કહ્યું?

પાકિસ્તાન અંગે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે, “વિદેશ મંત્રાલય પહેલાં જ કહી ચુક્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આ જ અમારી સરકારનું વલણ રહ્યું છે.”સાથે જ તેઓએ કહ્યું કે, “રમજાનમાં જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું સ્વાગત છે પરંતુ જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે.”

ફંડને લઈને કોઈ વાંધો નથી- રક્ષા મંત્રી

 સેનાની ત્રણેય ટૂકડીમાં ફંડની ઉણપને લઈને નિર્મલાએ કહ્યું કે સેના પાસે ફંડની કોઈ જ ઉણપ નથી.તેઓએ કહ્યું કે વાઈસ ચીફને ફંડ ખર્ચ કરવા અને ખરીદી માટે પૂરાં પાવર આપ્યાં છે. આ સાથે જ તેઓએ કેટલાંક આંકડાઓ પણ જાહેર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.