Abtak Media Google News

ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બને છે

કહેવાય છે કે, આજથી ભગવાન વિષ્ણુ ક્ષીસ સાગરમાં શેષનાગની શૈયા બનાવી શયન કરે છે, એટલે એને દેવશયની એકાદશી તથા પઘ્મનાભા એકાદશી પણ કહેવાય છે. અને એમની જાગૃતિની એકાદશી ને પ્રબોધિની એકાદશી કહે છે, જે કાર્તિક સુદ અગીયારસના આવે છે. આ સમય દરમ્યાન માંગલિક કાર્યો કરવાનો નિષેધ છે.એક એવી પણ કથા છે કે, ભગવાન વિષ્ણુ આજથી ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે.

Advertisement

એવું પણ કહેવાય છે કે, જયારે સૂર્ય કર્ક રાશિમાં આવે ત્યારે ભગવાન વિષ્ણુ શયન કરે છે, અને તુલામાં જાગૃત થાય છે આનો પણ આઘ્યાત્મિક અર્થ અનેરો છે જે સ્થળ સંકોચને કારણે નથી લખતો (પિત્તને પણ હરિ કહેવાય સૂર્ય ચંદ્રને પણ હરિ કહેવાય આ સમય દરમ્યાન પિત્તનું વધવુ દોષિત થવું સૂર્ય ચંદ્રનું વરસાદના કારણે મંદ થવું આ બધા વૈજ્ઞાનિક કારણ છે)

બ્રહ્માંડ પુરાણે આ હરિરાયની એકાદશીનું અનેરું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, આજના દિવસે સામુહિક વ્રત કરવાથી અનાવૃષ્ટિનો ભય રહેતો નથી. સ્કંદ પુરાણ કહે છે, ચાર્તુમાસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રા યા અનય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નોતી, આજે પણ એટલી જ કઠીન છે. એટલે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગલ-તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે જેને ચાતુર્માસ  કહેવાય છે.

આ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કરે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે. આ દિવસો દરમ્યાન પિતૃઓને ફકત જળની અંજલી આપવાથી પણ તેઓ તૃપ્ત થઇ જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત પુજા કરવાનો પણ અનેરો મહિમા છે જે વ્યકિત પ્રતિ વર્ષ આ દિવસે વિષ્ણુનું વ્રત અને પૂજા કરે છે. કહેવાય છે તેને વૈંકુઠ વાસ મળે છે.

ચાર્તુમાસમાં ઉપવાસ કરવાનું મહત્વ

આ સમય દરમ્યાન દાનનું પણ સવિશેષ મહત્વ છે. અન્ન અને જળ સમું કોઇ દાન નથી. કારણ સત્વ ગુણ હરિના શયનથી તમો ગુણયાન ભોગ વધવાથી એના સમન અને સાતા માટે પ્રણદ દાનનું મહત્વ છે.કહેવાય છે કે આ સમય દરમ્યાન ગોળ ખાવાનું છોડવાથી મધુર સ્વરની પ્રાપ્તિ થાય છે, તેલનો ત્યાગ કરવાથી ઘરમાં સુખશાંતિ વધે છે, ઘીનો ત્યાગ કરવાથી સૌદર્યતા નિખરે છે. આ દિવસો દરમ્યાન પંચગવ્ય સેવનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે.

વાસ્તવમાં મહદ અંશે શરીરનું થોડું કષ્ટ આપી સ્વસ્થ રાખવા વૃત્તિઓને નિરોધવા કે સંયમ પાળવા માટે આ સમય દરમ્યાન વ્રતો કરવામાં આવતા હોય છે. આવા વ્રતો અવસ્થા અને સંજોગો મુજબ કરવા હિતવાહ, આયુર્વેદના કથન મુજબ આ સમય દરમ્યાન આવા વ્રતો આરોગ્ય માટે અત્યંત ઉપયોગી છે.

સંકલન : ઘનશ્યામભાઇ ઠકકર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.