સુપરર્બ શાર્દૂલએ 7 વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકા સામે જલવો દેખાડયો

ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ભારત માટે શાર્દુલ ઠાકોર ડાર્ક હોર્સ સાબિત થાય તેઓ સ્પષ્ટ માનવામાં આવતું હતું અને તે ખરા અર્થમાં સાબિત પણ થઈ ચૂક્યું છે

ભારત-આફ્રિકા વચ્ચે નો બીજો ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં ભારતના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે 7 મહત્ત્વપૂર્ણ વિકેટ લેતા આફ્રિકાને માત્ર નજીવી લીડ આપવા માં જ સીમિત કરી દીધું હતું. અરે બીજા દિવસની રમતના અંતે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે બીજા ટેસ્ટ મેચ નું પરિણામ નિશ્ચિત રૂપથી આવશે અને તે સતત ઉતાર-ચઢાવ ભર્યું રહેશે. કદાચ બીજો ટેસ્ટ મેચ પાંચમો દિવસ પણ ન જોઇ શકે તે સ્થિતિ પણ ઉદભવીત થઈ શકે છે. જે રીતે આફ્રિકાના બોલો એ ચુસ્ત બોલિંગ કરી ભારતના દિગ્ગજોને બેકફૂટ પર ધકેલી દીધા હતા ત્યારે હવે ભારતના બોલો એ પણ પોતાની ઘાતક બોલિંગના સહારે આફ્રિકાને ન જેવી લીડ અપાવી હતી.

ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ભારત માટે શાર્દુલ ઠાકોર ડાર્ક હોર્સ સાબિત થાય તેઓ સ્પષ્ટ માનવામાં આવતું હતું અને તે ખરા અર્થમાં સાબિત પણ થઈ ચૂક્યું છે. ત્યારે શાર્દુલ ની સાત મહત્ત્વપૂર્ણ વિકેટ ના સહારે આફ્રિકાની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી. આ સ્થિતિને ધ્યાને લઇ ભારત ની બીજી ઇનિંગ પણ શરૂ થઈ ચૂકી છે જેમાં ભારતે બે વિકેટ ગુમાવી ૮૫ રન નોંધ આવ્યા છે. આ સ્થિતિમાં જો ભારત અઢીસોથી વધુ નો લક્ષ્યાંક આફ્રિકાને આપશે તો ભારતની જીત નિશ્ચિત થઇ શકે છે ત્યારે હાલ ચેતેશ્વર પુજારા કે જે પ્રથમ ટેસ્ટમાં અને બીજા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ નીવડયો છે તેનું જાણે ફોર્મ પરત આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો ભારતનો મિડલ ઓર્ડર યોગ્ય રીતે રમત રમશે તો ૨૦૦ રનનો લક્ષ્યાંક ઊભો કરવામાં તેમને સહેજ પણ મુશ્કેલી અનુભવાશે નહીં.

ભારતનું સરપ્રાઈઝ પેકેજ શાર્દુલ ઠાકુરે

દક્ષિણ આફ્રિકા માટે પડકાર ઊભો કર્યો !!

શાર્દુલ ઠાકુર ભારતીય ટીમ માટે સરપ્રાઈઝ પેકેજ સાબિત થયો છે અને એટલું જ નહીં ચાર દિલના પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટો પડકાર પણ ઉભો થયો છે આ પૂર્વે જે રીતે આફ્રિકાનો બોલર વેરોન ફિલિન્ડર જે રીતે બોલિંગ કરતો હતો ગુડલેંથ અને સૉર્ટ ઓફ ગુડલેંથ તે જ રીતે શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી વિપક્ષી ટીમ આફ્રિકાને ઘૂંટણીએ પાડવામાં ખૂબ મદદરૂપ અને ઉપયોગી સાબિત થયો છે. શાર્દુલ ની યોગ્ય લાઈન અને લેન્ડના કારણે આફ્રિકાના બેટ્સમેનો ઘૂંટણીયે કર્યા હતા અને ચાર દ્વારા જે 7 મહત્ત્વપૂર્ણ વિકેટ લેવામાં આવી હતી તેમાં એક માત્ર એલ.બી.ડબલ્યુ બાદબાકી રહેતી તમામ છ વિકેટ કોટઆઉટના રૂપમાં હતી.

જુઓ શાર્દૂલ ઠાકુરની 7 વિકેટનો એક નજારો

1. શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના ઓપનર બેસ્ટમેન એલગરને માત્ર 28 રનના સ્કોર પર જ આઉટ કરી ને પાછો ફેરવયો હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 88 રન થયો હતો.

2. ત્યાર બાદ બીજી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના બેસ્ટમેન કીગાન પીટરસન માત્ર 62 રનના સ્કોર પર જ આઉટ કરી ને મોટા સ્કોરના કરી શકે તેમ રોકીને આઉટ કરેલ હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 101 રન થયો હતો.

3. ત્રીજી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના બેસ્ટમેન વેન ડેર ડૂસસેનને માત્ર 1 રનના સ્કોર પર જ આઉટ કરી ને ઘર ભેગો કર્યો હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 102 રન થયો હતો.

4. ચોથી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના બેસ્ટમેન વેરેય્યનને માત્ર 21 રનના સ્કોર પર જ એલ.બી.ડબલ્યુ માં આઉટ કરી ને પેવેલિયન તરફનો રસ્તો દેખાડી દીધો હતો જેમાં તેણે રિવ્યુ લીધું હતું પરતું તે પણ ગુમાવ્યું હતું, જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 165 રન થયો હતો.

5 પાચમી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના બેસ્ટમેન બુવામા ને માત્ર 51 રનના સ્કોર પર જ આઉટ કરી ને સદી કરતો રોક્યો હતો અને વિકેટ લઈ મેચનો ટર્ન લઈ લીધો હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 177 રન થયો હતો.

6 છઠ્ઠી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના બેસ્ટમેન મારકો જેનસેનને માત્ર 21 રનના સ્કોર પર જ આઉટ કરી ને પેવેલિયન તરફનો રસ્તો દેખાડી દીધો હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 228 રન થયો હતો.

7 સાતમી વિકેટમાં શાર્દૂલ ઠાકુરએ સાઉથ આફ્રિકાના લુંગી નગીડીને ડક સ્કોર એટલે કે 0 રનના સ્કોર પર જ આઉટ કરીને એક ઇનિંગનો અંત લાવી દીધો હતો જ્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 229 રન અને 10 વિકેટ સાથે પ્રથમ ઇનિંગ પૂરી થઈ છે.