Abtak Media Google News

અત્યાર સુધી મોટર વ્હીકલ એકટ મુજબ આરટીઓમાં આધારકાર્ડને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવ્યું ન હતું પરંતુ ગઈકાલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું હતું કે હવેથી આરટીઓ ખાતે આધારકાર્ડને માન્ય પુરાવો ગણવામાં આવશે.આધારકાર્ડને અગાઉ સુધી માન્ય ગણવામાં ન આવતું હતું. તેનું મુખ્ય કારણ એ પણ ગણી શકાય કે જયારે મોટર વ્હીકલ એકટ જયારે બનાવવામાં આવ્યો હતો ત્યારે આધારકાર્ડનું અસ્તિત્વ ન હતું પરંતુ હવે બધા જ ક્ષેત્રોમાં આધારકાર્ડને ફરજીયાત બનાવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આરટીઓમાં પણ આધારકાર્ડને માન્ય પુરાવો ગણવા બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે.જો કે અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓના આસિસ્ટન્ટ આરટીઓ જે.વી.શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય લેવાઈ ચુકયો છે હજુ પણ અમને કોઈપણ પ્રકારનો પરીપત્ર કે નોટીફીકેશન મળી નથી. ટુંક સમયમાં આ નોટીફીકેશન આવી જશે. ત્યારબાદ બધી જ બાબતો સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.