Abtak Media Google News
  • પસંદગીના અન્ય ગોલ્ડન નંબર પેટે આરટીઓને આશરે રૂ. 33.25 લાખની આવક થઇ

અબતક, રાજકોટ
રંગીલા રાજકોટીયન્સમાં પસંદગીના નંબરો મેળવવા માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં કારમાં 9 નંબર માટે રૂ.1.01 કરોડની બોલી લગાવનારે નાણાં ન ભર્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બોલી લગાડનારે નાણાં નહિ ભરતા તેમની ડિપોઝીટ પેટે જમા કરાવવામાં આવેલી રૂ. 40 હજારની રકમ જપ્ત કરી 9 નંબર માટે ફરીવાર ઓક્શન કરવામાં આવનાર છે.

જો કે, ગોલ્ડન નંબર તરીકે ઓળખાતા 10 નંબરો પૈકી અન્ય નવ જેટલાં નંબર માટે લગાડવામાં આવેલી રકમ આરટીઓ ખાતે જમા થઇ જતાં આરટીઓને એનકે સિરીઝમાંથી આશરે રૂ. 33.25 લાખની આવક થઇ છે. કારમાં 1 નંબર માટે એક યુવાને રૂ.11.52 લાખ ખર્ચ્યા છે.

આરટીઓ કચેરીમાં કારમાં જીજે03એનકે 0009 નંબર માટે કથીરી ખાલિદબિન મેસનભાઈએ રૂ.1.01 કરોડની બોલી લગાવી હતી. જે ગુજરાતમાં સૌથી વઘુ બોલી લાગી હતી. જોકે, જ્યારે આ નાણાં ભરવાનો સમય આવ્યો તો આ યુવાન આરટીઓ કચેરીએ જ ન આવ્યો અને નાણાં ન ભર્યા. જેથી તેની રૂ.40,000ની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, પસંદગીના નંબરોમાં જીજે03 એનકે 0001 માટે જાડેજા પુષ્પરાજસિંહ પ્રદ્યુમનસિંહે રૂ. 11.52 લાખ ખર્ચ્યા છે. જયારે જીજે 03 એનકે 0007 માટે રૂ.8.10 લાખ, જીજે 03 એનકે 1111 માટે રૂ.5.23 લાખ, જીજે 03 એનકે 0111 માટે રૂ. 2.21 લાખ , જીકે 03 એનકે 0777 માટે રૂ. 1.51 લાખ, જીજે 03 એનકે 0222 માટે રૂ. 1.27, GJ 03 એનકે 9999 માટે રૂ.1.18 લાખ, જીજે 03 એનકે 0303 માટે રૂ.1.16 લાખ અને જીજે 03 એનકે 0008 માટે રૂ. 1.07 લાખ ખર્ચાયાનું સામે આવ્યું છે.

જોકે, કારમાં 9 નંબર માટે ગુજરાતમાં સૌથી વધુ રૂ.1.01 કરોડની બોલી લગાડનાર યુવાને 7 દિવસમાં રકમ ન ભરતા તેની રૂ.40,000ની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે અને તેથી હવે આ નંબર માટે રિ-ઓકશન કરવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.