Abtak Media Google News

સેબીને કેસમાં તપાસ ચાલુ રાખી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો પણ આદેશ

અદાણી હિંડનબર્ગ  કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે સેબી આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બંને આરોપ પર પહેલેથી તપાસ કરી રહી છે . આથી આવામાં સેબીની તપાસ ચાલુ રહેશે.

Advertisement

સેબી એ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી. અરજીકર્તાઓએ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.