Abtak Media Google News

ગૌરક્ષા અને બાળકો ચોરવાની અફવાના નામે થતી હિંસા રોકવાની જવાબદારી રાજય સરકારોની: સુપ્રીમ

ગુજરાત સહિત દેશભરમાં હિંસક ટોળા દ્વારા થતી મારામારી, હત્યા જેવા બનાવો સતત વધી રહ્યા છે. કોઈપણ પ્રશ્ર્ન ઉદભવે તોકોઈપણ જુથ કે ટોળુ હિંસા પર ઉતરી આવે છે. જેમાં ઘણા નિદોર્ષ લોકોનો ભોગ લેવાય છે. છેલ્લા ઘણા સમયથી ગૌરક્ષાના નામે હિંસા ફેલાવતા આવારા તત્વો સામે લાલઆંખ કરતા સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ખેંચી છે. અને આ મુદે ચિંતા વ્યકત કરતા કહ્યું છે કે હિંસક ટોળાઓને કાબુમાં રાખવા માટે ટુંક સમયમાં કેન્દ્ર અને રાજય સરકારીને માર્ગદર્શિકા પાઠવાશે.

Advertisement

ઉલ્લેખનીય છેકે, પાછળા થોડા દિવસોથી બાળકોને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે.તેવી અફવા સોશ્યલ મીડીયામાં વાયરલ થતા દેશભરમાં પૂરઝડપથી ફેલાઈ ગઈ છે.જેના પગલે ઘણા નિદોર્ષ લોકોને માર મરાયો છે.તો ઘરાએ જીવ પણ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. આમુદાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લઈ કહ્યું છે કે, કોઈપણ સંજોગોમાં આ પ્રકારની ઘટના થવી ન જોઈએ.

કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામે કે પછી બાળકો ચોરવાની અફવાના કારણે આ પ્રકારની હિસા થાય તો તે રોકવાની જવાબદારી જે તે રાજય સરકારની છે. જણાવી દઈએ કે, ચીફ જસ્ટીશ દીપક મિશ્રા જસ્ટીશ એ.એમ. ખાનવેલકર અને જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠે ગૌરક્ષાના નામે ટોળા દ્વારા કરાતી હિંસા મૂદે કરાયેલી અવમાનનાની અરજી પર સુનાવણી કરતા આ ટીપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુંં કે કોઈ પણ વ્યકિતને કાયદા કાનુનનો ઉલ્લંઘન કરવાનો હકક નથી ટોળા દ્વારા કરાતો હિંસા રૂપે ન્યાય એ પણ ગુનો જ છે. અવમાનનાની અરજીમાં કહેવાયું હતુ કે દેશમાં ગૌરક્ષાના નામે ટોળા દ્વારા થતી હિંસાને કાબુમાં લેવા સુપ્રીમ કોર્ટે ૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ આકરા પગલા લેવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશનું પાલન થયું નથી.

સૌથી વધુ હરિયાણા, ઉતર પ્રદેશ અને રાજસ્થાનમાં ગૌરક્ષાને લઈ અનેકો હુમલા થયા છે. આ મુદે સુપ્રીમે કહ્યું હતુ કે આવા બનાવો રોકવા સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવે અને કાયદો વ્યવસ્થા જાળવવા એક જ અઠવાડીયાની અંદર દરેક જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુકત કરવામાંવે પરંતુ આજ સુધી તેનો અમલ થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.