Abtak Media Google News

રાજ્યોનું નિર્માણ ભાષાના ધોરણે થયું હતું, ધર્મના ધોરણે નહીં : સુપ્રીમ 

ભારતના ૭ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી પીઆઈએલ વડી અદાલતે ફગાવી દીધી હતી. ભાજપના નેતા દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેમાં એવી માંગણી થઈ હતી કે, જે રાજયોમાં હિન્દુઓની વસ્તી અન્ય કોમ કરતા ઓછી છે ત્યાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો મળવો જોઈએ. આ માટે ગાઈડલાઈન જાહેર કરવાની માંગ અરજીમાં કરવામાં આવી હતી.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, દેશના ૭ થી  ૮ રાજ્યો એવા છે જ્યાં હિન્દુઓ લઘુમતીમાં છે તેમ છતાં તેમને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો ની. રાષ્ટ્રીય લઘુમતી આયોગના ૧૯૯૨ના કાયદાની કલમ ૨-સીને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ અરજીમાં થઈ હતી. આ મામલો મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે અને ન્યાયમૂર્તિ બી.આર.ગવાઈ તા સૂર્યકાન્તની ખંડપીઠ દ્વારા સાંભળવામાં આવ્યો હતો. પીટીશન કરનાર અશ્ર્વિની ઉપાધ્યાયે વિવિધ મુદ્દે દલીલ કરી હતી.

આ બાબતે મુખ્ય ખંડપીઠે કહ્યું હતું કે, રાજ્યોની રચના ભાષાકીય આંકડા મુજબ કરવામાં આવી હતી. તેને ધર્મ સો કોઈ સંબંધ ની. જો કોઈ કોમ્યુનિટી જમ્મુ-કાશ્મીરમાં બહુમતી હોય અને અન્ય રાજ્યમાં લઘુમતી હોય તો શું વાંધો હોય શકે ? લક્ષદ્વિપમાં હિન્દુઓની વસ્તી ૨ ટકા છે. પરંતુ આખા દેશમાં હિન્દુ ધર્મને સૌથી વધુ તેઓ અનુસરે છે.

અહીં નોંધનીય છે કે, વસ્તી ગણતરીના આંકડા અનુસાર પંજાબ (શીખ બહુમતી), અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ (ખ્રિસ્તી બહુમતી) તા જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વિપ (મુસ્લિમ બહુમતી)માં હિન્દુઓની વસ્તી લઘુમતીમાં છે. જો કે, આ પ્રદેશોમાં બહુમતી ધરાવતી કોમ પણ લઘુમતી દરજ્જાનો ફાયદો ઉપાડી રહી છે. જ્યારે વાસ્તવમાં જે સમાજ લઘુમતિમાં છે તેમને લાભ મળી રહ્યાં નથી. સુપ્રીમે આ કેસમાં ચોખ્ખુ કહ્યું હતું કે, વાંધો ક્યાં છે ? અમે કોઈને લઘુમતીનો દરજ્જો આપી શકીએ નહીં. આ કામ સરકાર દ્વારા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.