Abtak Media Google News

લાંબા સમય પછી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં  આજે વિશેષ સુનવાઇ શરૂ થવાની છે. છ વર્ષોથી ચાલતા આ વિવાદની સુનવાઈમાં સુપ્રીમ કોર્ટે ત્રણ ન્યાયાધીશ જસ્ટિસ દિપક મિશ્રા , આશિક ભુષણ અને અબ્દુલ નજીરને રાખ્યા છે. જે આ વિવાદ પર નિયમિત સૂનવાઇ કરશે. આ પેહલા શિયા વકફ બોર્ડ તરફ થી સુપ્રીમ કોર્ટમાં આપેલા હલફનામને અહમ માનવમાં આવી રહ્યું છે.

હાઈકોર્ટે આ પહેલા બે-એકના બહુમતથી એ નિર્ણય કર્યો કાટો કે રમ જન્મભૂમિને ત્રણ બરાબર ભાગમાં જેમાં રામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની બોર્ડ ની વચ્ચે વહેચવામાં આવશે. હાઈકોર્ટેની  લખનઉ બેન્ચના  જર્જોએ કહ્યું હતું કે જે ભાગ ત્રણ ગુબજથી ઢકાયેલો છે તે ભાગ હિન્દુના ભાગમાં આવે છે. હાલ રામની મુર્તિ ત્યાં જ છે. નિર્મોહી અખાડાની પાસેની બીજી જમીનનો ભાગ દેવામાં આવશે જેમાં  રામ ચબૂતરો અને સિતા  રશોઈ તેમાં શામિલ થશે. વિવાદિત સ્થળ નો બાકીનો ભાગ સુન્ની વકફ સુન્ની બોર્ડને દેવામાં આવશે. 30 ડીશેમ્બરે થયેલા આ નિર્ણયમાં કોઈ ખુશ ન હતું.

રામલાળાં વિરજમાનોનું કહેવું છે કે જ્યારે હાઈકોર્ટે એ માની લીધું છે કે આ જમીન પર મુસ્લમાનો નો અધિકાર નથી તો તેમણે જમીનનો ભાગ દેવાનો આદેશ ઠીક નથી. આજ દલીલ નિર્મોહી અખાડા ની છે. જ્યારે બીજી બાજુ સુન્ની સેંટ્રલ વકફ બોર્ડ તરફથી એ કહેવામા આવે છે કે જમીન પર તેમનો હક્ક નથી એ કહેવું ગલત છે. આવી રીતે હિન્દુ મહાસતાના મુસલમાનો ને જમીનનો ત્રીજો ભાગ આપવાના નિરયનને ખોટો બતાવ્યો છે અને કોરટમાં આપીલ કરી છે.

ઘણા દિવસોથી શિયા વકફ બોર્ડે આ વિવાદમાં સોગંદનામું દાખલ કરીને આ કેસમાં એક નવો વળાક આપ્યો છે. શિયા વકફ બોર્ડ તરફથી 30 માર્ચ 1946માં નીચલી અદાલતના એ આદેશને પણ ચૂનોતી આપી હતી જેમાં અદાલતે કહ્યું હતું કે મસ્જિદ સુન્ની વકફ બોર્ડની સંપતિ છે. બોર્ડ પ્રમાણે બાબરી મસ્જિદ મિર બકીએ બનાવી હતી જે શિયા હતા. એવામાં આ સ્થળ પર તેમનો હક છે. બોર્ડે તેમના સોગંદનામમાં કહ્યું હતું કે આ સ્થળ પર રામ મંદિર બની શકે છે પરંતુ મસ્જિદથી થોડેક દૂર. શિયા વકફ બોર્ડે ત્યાં સુધી કહ્યું હતું કે સુન્ની બોર્ડ શાંતિપૂર્ણ આ વિવાદને પૂર્ણ કરવા નથી માગતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.