Abtak Media Google News

સુનાવણી દરમિયાન વધારાના આરોપીને ઉમેરવા માટેની વિશેષ સત્તા આપે છે કલમ ૩૧૯

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે, ફોજદારી કાર્યવાહી સંહિતા(સીઆરપીસી) ૧૯૭૩ની કલમ ૩૧૯ હેઠળ વધારાના આરોપીઓને સમન્સ પાઠવવાની સત્તાનો થઈ રહેલો વારંવાર દુરુપયોગ અટકાવવા માટે સુપ્રીમે એક કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તેવું સૂચન આપ્યું છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વધારાના આરોપીને સમન્સ પાઠવવાની અરજીને મંજૂરી આપતા આદેશને પડકારતી ફોજદારી અપીલનો નિર્ણય કરતી વખતે જોગવાઈનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાગત સલામતી ધ્યાનમાં લેવા નિર્દેશ આપ્યો હતો.

સમગ્ર મામલાનજ જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭માં, કરીમ (મૃતકના ભાઈ)ના નિવેદન પરથી ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૦૪બી, ૪૯૮-એ, ૪૦૬, ૩૨૩ અને ૩૪ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે લગ્ન સમયે દહેજથી અસંતુષ્ટ પતિ, સસરા, સાસુ, ભાભી અને તેના પતિના ત્રાસથી તેની બહેને ગળેફાંસો ખાઈ લીધો હતો.

તપાસ એજન્સીને સસરા, ભાભી અને તેના પતિ વિરુદ્ધ કોઈ ગુનાહિત સામગ્રી મળી ન હોવાથી ચલણ ફક્ત મૃતકના પતિ અને તેના સાસુ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું હતું.

ટ્રાયલ દરમિયાન કરીમે સીઆરપીસીની કલમ ૩૧૯ હેઠળ અરજી દાખલ કરીને એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા અન્ય ત્રણ આરોપીઓને વધારાના આરોપી તરીકે બોલાવવાની માંગ કરી હતી. ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જો કે, હાઈકોર્ટે કરીમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ સ્વીકારી લીધી હતી અને તેને ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા.

મામલામાં સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં એ નોંધ્યું છે કે કલમ ૩૧૯ મુજબ, જ્યાં કોઈપણ ગુનાની તપાસ દરમિયાન, અથવા ટ્રાયલ દરમિયાન પુરાવા દ્વારા એવું જણાય છે કે કોઈ પણ વ્યક્તિ, આરોપી ન હોવાને કારણે એવો ગુનો કર્યો છે કે જેના માટે આરોપી સાથે આવી વ્યક્તિનો કેસ ચલાવવામાં આવી શકે છે ત્યારે કલમ ૩૧૯નો ઉપયોગ કરી શકાય છે.

ચોક્કસ પુરાવા મળી આવ્યા બાદ ખંતપૂર્વક વિશેષ અધિકારનો ઉપયોગ કરવા સર્વોચ્ચ અદાલતનક સલાહ

સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં એ નોંધ્યું છે કે કલમ ૩૧૯ મુજબ, જ્યાં કોઈપણ ગુનાની તપાસ દરમિયાન, અથવા ટ્રાયલ દરમિયાન પુરાવા દ્વારા એવું જણાય છે કે કોઈ પણ વ્યક્તિ, આરોપી ન હોવાને કારણે એવો ગુનો કર્યો છે કે જેના માટે આરોપી સાથે આવી વ્યક્તિનો કેસ ચલાવવામાં આવી શકે છે ત્યારે કલમ ૩૧૯નો ઉપયોગ કરી શકાય છે.

સીઆરપીસીની કલમ ૩૧૯નો ઉપયોગ કરતા પૂર્વે ચાર બાબતો ધ્યાને લેવા સૂચન

  1. તપાસ અને સુનવણી દરમિયાન નવી વ્યક્તિને આરોપી તરીકે જોડવાથી કેસ પર નકારાત્મક અસર પડશે કે કેમ?
  2. ટ્રાયલ કોર્ટે સમન્સ કરાયેલ વ્યક્તિ સામેના પુરાવાની ખરાઈ કરવી જોઈએ
  3. ટ્રાયલનો સામનો કરી રહેલા વ્યક્તિ વિરુદ્ધ મળેલા પુરાવો કેટલો મજબૂત છે તેની ખરાઈ કરવી જોઈએ
  4. જો ઠોસ પુરાવો ન હોય તો અદાલતે કલમ ૩૧૯નો ઉપયોગ ન કરવો જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.