Abtak Media Google News

ન્યાયીક પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ કેટલા અંશે યોગ્ય ? પ્રબુધ્ધોમાં સાર્વત્રીક ચર્ચા: સુપ્રીમ કોર્ટ ખફા

તાજેતરમાં સુપ્રિમ કોર્ટે નવા ન્યાયાધીશોની બાબતે કોલેજીયમ પ્રણાલી મુજબ નિમણૂંક કરવા બાબતે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રજ્જુએ કરેલી ટિપ્પણી સામે વડી અદાલતે વાંધો ઉઠાવ્યો છે.

સુપ્રિમ કોર્ટેએ પણ નોંધ લીધી છે કે કાનૂન મંત્રીએ કરેલી ટિપ્પણી આપત્તિજનક છે. કોઇપણ ઉચ્ચ ન્યાયાલય કોઇ નિમણૂંક કરે અથવા તો એ બાબતે માર્ગદર્શન આપે તો કાનૂની મંત્રીએ તેની સામે કોઇ ટિપ્પણી કરવી જોઇએ નહિ.  કાનૂન મંત્રી કિરણ રજ્જુએ સુપ્રિમ કોર્ટની કોલેજીયમ પ્રણાલી મુજબ થયેલી ન્યાયાધીશોની નિમણૂંક બાબતે એવી ટિપ્પણી કરી હતી કે આ પ્રણાલી મુજબ થયેલી નિમણૂંક બાબતે પોતાને અસંતોષ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે આમા માત્ર માર્ગદર્શન આપવાનું હોય છે.

એનાથી વધારે કંઇ કરવાનું રહેતું નથી. 1991થી ન્યાયાધીશોની નિમણૂંક સરકાર કરે છે. ન્યાયાધીશ સંજય કિશન કોલે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શું રાષ્ટ્રીય ન્યાયીક નિમણૂંક પંચના અમલીકરણ માટે સરકારનો અસંતોષ હોય તેને અટકાવવામાં આવે તે કેટલું વ્યાજબી ગણાય?

કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ કોલેજીયમ સિસ્ટમની ટિક્કા કર્યા પછી તુરંત જ ન્યાયાધીશોએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કોલેજીયમ સિસ્ટમ પ્રત્યે અવગણના શા માટે તેને દેશના લોકોને સરકારનું સમર્થન નથી? જસ્ટીસ કોલે જણાવ્યું હતું કે લોકોને કોલેજીયમ સિસ્ટમ પ્રત્યે કોઇ પ્રશ્ર્ન હોય એ વાત અલગ છે પણ તેના સામે વિરોધ ન હોય.

કોલેજીયમ દ્વારા પુનરાવર્તિત કરેલા 11 નામોના કેસમાં કેન્દ્ર સરકારે ફાઇલોને પેન્ડિંગ રાખી છે અને મંજૂરી આપી નથી અને અનામત રાખી છે. આવી રીતે મંજૂરી રોકવાની પ્રથાને સુપ્રિમ કોર્ટે અયોગ્ય ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.