Abtak Media Google News

સુરત સમાચાર

સુરત ઉધનામાં  એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. યુવતી લાંબા સમય સુધી એપાર્ટમેન્ટની પાળી પર બેઠી રહી હોવા છતાં લોકો બચાવવાની જગ્યાએ વીડિયો બનાવવામાં વ્યસ્ત રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ટોળા માંથી એકે બૂમાબૂમ કરી દેતા યુવતી કુદી પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. લગભગ 100 ફૂટની ઉચાઈએથી પટકાયા બાદ યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

એક યુવતીએ દસમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઉધના હરિનગર રોડ પર આવેલ શુભ-રેસિડેન્સીમાં સમગ્ર ઘટના સર્જાઈ હતી. મોતની સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી . યુવતીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. યુવતીના મોતના પગલે પરિવારે હૈયાફાટ રુદન કરતાં જોવા મળ્યાં હતાં. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.