Abtak Media Google News

સુરતના રાંદેર વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. જેથી તેમનું રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આકરા તાપમાં  વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. તમામની એક જ માગ છે કે, પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહી આવે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન  કરતાં રહેશે. જો કે આ તમામ  બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

Advertisement

 

પ્રિન્સિપાલના રાજીનામને લઈને વિદ્યાર્થીઓ ખુબજ નારાજ થયા છે  ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ પટેલ કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.

Screenshot 1 3

ત્યારે મહત્વનુ છે કે કોમર્સ ફેકલ્ટીના જીગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીરૂપે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ ઉપર એકત્રિત થઈ ગયા હતા.શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા શરૂ કર્યા હતા. આશરે 300થી 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલ પર ઘરણામાં જોડાયા હતા

 

સ્કૂલના વિદ્યાર્થીઓનું કહવું છે કે જિગ્નેશ સર  વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆતો કરતા રહેતા હતા. વિદ્યાર્થીઓને વધુ પડતા ભાર પડતાં અભ્યાસનો  ત્રાસ ન  આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા. તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓ અને કહેવામાં આવ્યું છે કે, જો અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઈશું.અમારા સર નહીં તો અમે પન નહીં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા બોલી  વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.