Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા સુમન સંગાથ આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્રાણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન અને વાલ્વ મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો.Screenshot 3 4

ઉત્રાણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી, વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે. સુમન સાથ આવાસની 10 બિલ્ડિંગોમાંથી તસ્કરોએ  અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી હતી. પિત્તળની 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી 1.39 લાખની ચોરી થઈ હતી. આરોપી CCTVમાં કેદ થયો હતો. જેના આધારે ઉત્રાણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.Screenshot 4 3

આરોપીનું નામ નિતીન રાદડિયા હોવાનું સામે આવ્યુ છે.આરોપીએ કબુલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો. પછી સાડીમાં સ્ટોન લગાવવું કામ કરતો હતો. ત્યારબાદ દેવું થઈ જતાં ઘરમાંથી તેને કાઢી મુક્યો હતો. જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું  કબુલ્યું હતું.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.