Abtak Media Google News

સુરત સમાચાર

સુરત મહાનગરપાલિકામાં 8થી 10 વર્ષથી કામદાર તરીકે ફરજ બજાવનારને કાયમી કરવાની માંગ ઉઠી છે . નવા ભરતી કરાયેલા  લોકોને કાયમી કરવામાં આવે છે પણ જુના લોકોને કાયમી કરાતા ન હોવાના આક્ષેપ કામદારો દ્વારા  લગાવામાં આવ્યા છે . દિનેશ વાઘેલા નામના વ્યક્તિએ એસએમસી બહાર આમરણાંત ઉપવાસ કર્યા છે . દિનેશ વાઘેલાએ કહ્યું કોરોનામાં અને 2006 માં રેલ સમયે જુના કામદારોએ જ સારી કામગીરી કરી હતી. છતાં હજુ સુધી ઘણા કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી. 6થી 10 વર્ષ ફરજ બજાવી ચૂકેલા કામદારોને કાયમી કરવાની માંગ સાથે SMC બહાર કામદારોના આમરણાંત ઉપવાસ શરૂ થયા છે . કામદારોના આમરણાંત ઉપવાસને લઈને SMC બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે . ઉપવાસ કરી રહેલા કામદારોની પોલીસ દ્વારા  અટકાયત કરવામાં આવી છે .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.