Abtak Media Google News

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડો . બી.આર.આંબેડકર ચેર – સેન્ટરે વર્ષ 2023-24 માટેના પ્રથમ ભીમરત્ન એવોર્ડની કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ/પ્રતિનિધિની અધ્યક્ષતામાં ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક  યુનિવર્સિટીના સેન્ડીકેટ હોલમાં મળી ગઈ જેમાં બાબાસાહેબ ડો. બી . આર.આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિમાંથી એક પ્રતિનિધિ, સામાજિક/સેવાકીય કાર્ય કરતા એનઓજી એક પ્રતિનિધિ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક એમ ચાર સભ્યોની પસંદગી સમિતિએ આવેલી કુલ 18 અરજીઓ, ઓનલાઈન/ઓફલાઇન અને નોમિનેશનમાંથી સમિતિ દ્વારા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પસન્દગી કરવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા પ્રથમ ભીમરત્ન એવોર્ડની જાહેરાત  કરાઈ:  ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પદ્મશ્રી હેમંતભાઈને પ્રશસ્તિપત્ર, શાલ અને સન્માનનિધિ રૂપીયા  25 હજાર આપી સન્માનીત કરાશે

ચેર -સેન્ટરની એપ્રિલ 2023 ની સલાહકાર સમિતિમાં ડો.આંબેડકરજીના વિચારો અને કાર્યોને મૂર્તિમંત કરતા સમાજ સેવકોને ભીમરત્ન એવોર્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું . જે અન્વયે ચેર -સેન્ટર દ્વારા ભીમરત્ન એવોર્ડ માટેની અરજીઓ મંગાવવામાં આવેલ, અરજીની ચકાસણી કરવામાં આવેલ. આ મિટિંગમાં આવેલી અરજીઓ / નોમિનેશન પર ચર્ચા વિચારણા બાદ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની ભીમરત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે .

આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર , શાલ , અને સન્માનનિધિ રૂપિયા 25,000 / – બાબાસાહેબ ડો . બી.આર. આંબેડકર ચેર – સેન્ટર દ્વારા આયોજિત આગામી ફેબ્રુઆરી 2024 ના પ્રથમ સપ્તાહનાં યોજાનાર રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને ભીમરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં પોતાના ભજનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખી છે તથા બાબાસાહેબ ડો . આંબેડકરજીના સંદેશને છેવાડાના માનવી સુધી ગામડાઓ સુધી પહોંચાડ્યો છે . હેમંતભાઈ ચૌહાણ દ્વારા અત્યાર સુધીમાં 5,000 થી વધુ સ્ટેજ પ્રોગ્રામ 9,000 થી વધુ રચનાઓ જન સમાજમાં ધર્મ , સંસ્કૃતિ , સંસ્કાર અને મહાપુરુષોના જીવન અને સંદેશને પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભજન દ્વારા કરવામાં આવ્યું છે . ભારતીય સંતો અને મહાપુરુષોના જીવન અને સંદેશની ગાયકી દ્વારા જન – જન સુધી પહોંચાડવાનું કામ પદ્મશ્રી હેમંતભાઈએ કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીલામ્બરીબહેન દવે , કુલસચિવ ડો . રમેશ પરમાર, ચેર – સેન્ટરના ચેરમેન રાજાભાઈ કાથડ અને પસંદગી સમિતિ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.