Abtak Media Google News

સુરતના ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર દ્વારા રથયાત્રા માટે આયોજન આગામી 1 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતના ઈસ્કોન મંદિરમાં 130 મીટર કાપડનો ઉપયોગ કરીને રથના ધુમટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા દસેક વર્ષથી મંદિરમાં બેસી એક મહિલા રથનો ધુમટ બનાવવાનું કામ કરે છે. મોટા રથની સાથે સાથે નાના રથના ઘુમટ માટે પણ કામગીરી ચાલી રહી છે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે મંદિર દ્વારા પણ અત્યારથી જ આયોજન કરવામા આવી રહ્યું છે.

Screenshot 3 5

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન બિરાજમાન થાય તેની ઉપર મોટો ઘુમટ બનાવવામાં આવે છે. આ ધુમટ માટે છેલ્લા સાતેક વરસથી મંદિર દ્વારા એક મહિલાને કામગીરી સોંપવામાં આવે છે. રામનગરમાં રહેતા લતા ચાવડા છેલ્લા 28 દિવસથી મંદિર કેમ્પસમાં જ રથનો ધુમટ બનાવવાની કામગીરી કરે છે. તેઓ કહે છે, તેમણે કોઈ પ્રકારના સિવણ ક્લાસ કર્યા નથી પરંતુ સંજોગોના કારણે તેઓ ટેલરીંગનું કામ કરે છે. મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવે છે ત્યારે તેઓ મંદિરનો ઘુમ્મટ કાપડનો બનાવતા તે જોતા હતા અને તેઓ પણ આ કામગીરી કરી શકે તેવું વિચારતા હતા. દરમિયાન એક વખત મંદિરના સંચાલકો દ્વારા તેમને ઘૂમ્મ્ટ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે.

Screenshot 2 16

તેઓ કહે છે, આ ઘૂમ્મ્ટ બનાવવાની કામગીરીમાં તેને 28 દિવસથી આસપાસનો સમય જાય છે. તેઓ મશીન અને સામગ્રી લઈને મંદિરે જ આવે છે અને સવારે સાડા નવથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધી કામ કરે છે. આ ઘૂમ્મ્ટની વિશેષતા અંગે તેઓ કહે છે, ઘુમ્મટ બનાવવા માટે 130 મીટર જેટલા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘુમ્મટની પહોળાઈ 18 ફુટની જ્યારે ઘેરાવો 50 ફૂટ નો હોય છે. આ કામગીરી ઘણી જ કઠિન છે પરંતુ ભગવાનના આર્શીવાદથી તેઓ દર વખતે સફળતાથી ઘુમટ બનાવે છે તેમાં તેમનો દીકરો પણ કેટલીક વાર મદદ માટે આવે છે.

Screenshot 4 7

ઇસ્કોન મંદિરના મહારાજ સરોજ પાડે કહે છે, સુરતમાં ઈસ્કોનની ભગવાન જગન્નાથની યાત્રાનું અનેરું મહત્વ છે ભગવાનને પહેરાવવા માટે વાઘા વૃંદાવનથી તૈયાર થઈને આવે છે અને અહી ફીનીશીંગ થાય છે. રથયાત્રાને વધુ સારી રીતે થાય તે માટે એક મહિના પહેલાથી આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.