Abtak Media Google News

લગ્નનું વાહન શણગારવાનો ખર્ચ 5 હજારને પાર

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ratસુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે અનેક લગ્નો હોવાથી ફુંલોની માંગ વધી હતી અને પુષ્પોની કિંમતમાં વધારો થતા લગ્ન સમારંભોમાં ફુલોને શણગાર કરવાનું મોંઘુ પડી રહયું છે. ફુલોની આવક ઘટતા ભાવો વધ્યા હોવાનું જાણવા મળે છે. લગ્નની મોસમ દરમિયાન ફુલોની માંગમાં વધારો થતો હોય છે વરરાજાની કારનો શણગાર, લગ્નની ચોરીનો શણગાર, હાર વિગેરેમાં સાચા ફુલોનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. ગુલાબના ભાવમાં રૂા.120 અને ગલગોટાના ભાવમાં રૂા.90 નો વધારો જોવા મળતો હતો.

વેપારીઓના કહેવા મુજબ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ સૌથી ઉંચા રહયા છે. આ વર્ષે દેશમાં ફેલોની ખેતી કરતા વિસ્તારોમાં માવઠાને કારણે ફુલોનો પાક ઓછો થતા ફુલ બજારમાં આવક ઘણી ઓછી છે. તેથી ભાવ ડબલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. લગ્નમાં વરરાજાની ગાડી અસલી ફેલોથી શણગારવાનો ખર્ચ અગાઉ રૂા. 2500 થી 3000 જેટલો થતો હતો તે આ વર્ષે રૂા.5000 જેટલો થઈ રહયો છે. જો કે ભાવો ઉંચા હોવા છતાં ફુલોની માંગમાં ખાસ ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.