Abtak Media Google News

પાલિકા વિસ્તારમાં 2000 મીટર લાગ્યા

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા વિસ્તારમાં ધોળીધજા ડેમમાંથી પાણી આવે છે. આ પાણીનો હાલ પાણીના કનેકશન ધરાવનારને વાર્ષિક રૂપીયા 600 ચાર્જ ભરવો પડે છે. ત્યારે બન્ને જોડીયા શહેરોમાં પાણીના વારા સમયે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવાનું ધ્યાને આવ્યું છે. પાણીના વારા સમયે લોકો પોતાના વાહનો અને રસ્તાઓ સાફ કરે છે. ત્યારે પાણીનો બગાડ અટકાવવા પાલિકા દ્વારા ઘરેઘરે પાણીના મીટર નાંખવાની કાર્યવાહીનો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે. પાલિકા વિસ્તારના ઓજી વિસ્તાર સહિતના 45 હજારથી વધુ નળ કનેકશનમાં 2 હજાર જેટલા સુધીમાં હાલ મીટર ફીટ પણ કરી દેવાયા છે.

ઝાલાવાડ પ્રદેશ એક સમયે નપાણીયા પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પરંતુ નર્મદા નહેર આવતા અને સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ પીવાનું પાણી પહોંચાડવાનું પાણીયારૂ બનતા સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરોન  પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ બારેમાસ પાણીથી હીલોળા ભરે છે. તેમાં પણ શહેરમાં 50 વર્ષ જૂની પીવાના પાણીની પાઈપલાઈન નવી નંખાતા શહેરીજનોને નિયમીત અને પુરતા ફોર્સથી પાણી મળી રહે

છે. પરંતુ છેલ્લા થોડા સમયથી શહેરમાં પાણીનો બેફામ વેડફાટ ધ્યાને આવી રહ્યો છે. પાણીની છત થતા પાણીના વારા સમયે લોકો પોતાના ઘરના આંગણા અને વાહનો પીવાના પાણીથી ધોતા હોય છે. ત્યારે આ પાણીના બગાડને અટકાવવા રાજય સરકારના અમૃત યોજના હેઠળના પાયલોટ પ્રોજેકટમાં સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાનો સમાવેશ કરાયો છે. પાલિકાના સીઓ સાગર રાડીયા, ઈજનેર કયવંતસીહ હેરમા અને પાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્યના માર્ગદર્શનથી હાલ શહેરમાં પીવાના પાણીના મીટરો નાંખવાનું કામ ચાલી રહ્યુ છે. જેમાં હાલ સૌપ્રથમ હાઈરાઈઝ બિલ્ડીંગ અને કોમર્શીયલ ઈમારતોમાં પીવાના પાણીના મીટર લગાવવાઈ રહ્યા છે.

આ મીટરો લાગતા પાણીનો વપરાશ લોકો સમજી વિચારીને કરશે અને પાણીનો બગાડ અટકશે. કાર્યવાહી સંપૂર્ણ પૂરી થયા બાદ પાણીનો પ્રતી લીટર શું ચાર્જ રાખવો તે પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરીને નક્કી કરાશે. મીટર લાગ્યા બાદ તેનું મોનીટરીંગ પણ ફોર્સથી પહોંચતુ નથી. કરવામાં આવનાર છે. આથી કયા વિસ્તારમાં ત્યારે મીટર લાગવાથી કેટલો પાણીનો વપરાશ છે તે સહિતની દરેક વિસ્તારમાં પુરતુ બાબતો પણ પાલિકાને ધ્યાને આવશે. જેના પાણી પહોંયતુ થઈ જશે. લીધે પાણીનો બગાડ થતો અટકશે.

રૂ.500ના વર્ષિકે બિલ સામે પાલિકાને અંદાજે 4 હજારથી વધુનો ખર્ચ લોકોએ વાર્ષિક રૂપીયા 600 ચાર્જ ભરવો પડે છે. જ્યારે પાલિકાને પ્રતિ લીટર રૂપીયા 4 નર્મદાને ચુકવવા પડે છે. આ ઉપરાંત પાણીની ટાકી અને સમા ઉપર લાઈટ કનેક્શનનુ બિલ મસમોટુ આવે છે. જ્યારે આ કામમાં રોકાયેલા સ્ટાફનો પગાર સહિતની બાબતો બાદ પાલિકાને એક કનેક્શન દિઠ રૂપીયા 4 હજારનો ખર્ચ થાય છે. આ અંગે નાગરીકો કિશોરચંદ્ર કાળુભાઈએ જણાવ્યુ કે, પાલિકાનો હેતુ સારો છે. પરંતુ મીટર લાગ્યા બાદ પ્રતિ લીટર જે ચાર્જ નક્કી કરાય તે દરેક વર્ગના લોકોને ધ્યાને લઈ રાખવો જોઈએ, પાણીનો ચાર્જ ચુકવવામાં લોકોને કમરતોડ નાણા ન ચુકવવા પડે તેનો ખ્યાલ જરૂરી છે.

પાણીનો ચાર્જ પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી નક્કી કરાશે

સુરેન્દ્રનગરમાં હાલ પાણીના કનેકશન ધારકોને વાર્ષિક રૂપીયા 600નો ચાર્જ ભરવો પડે છે. ત્યારે પાણીના મીટર આવી જતા લોકો પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરશે. પાણીના મીટર લાગ્યા બાદ તેમાં પતી લીટર ચાર્જ વસુલ કરવામાં આવનાર છે. ત્યારે આ ચાર્જ કેટલો રાખવો ’ ઘર વપરાશ અને કોમર્શીયલ હેતુ માટે અલગ-અલગ ચાર્જ રાખવો કે કેમ તે સહિતની બાબતો પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરીને નક્કી કરવામાં આવનાર છે.

પાણીના વેડફાટને લીધે અનેક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું નથી

પાણીના વારા સમયે શહેરમાં બેફામ પાણીનો વેડફાટ જોવા મળે છે. નવી પાણીની લાઈનમાં કોઈ સ્થળે તો નળ જ નથી મુકાયા આથી પાણી ગટરોમાં વહી જતુ હોય છે. ત્યારે પાણીના આ બગાડને લીધે છેવાડાના વિસ્તારોમાં પુરતુ પાણી પહોંચતુ નથી. અને પહોંચે છે તો પુરતા

હાલ પાલિકા પ્રતિ લીટર 4 રૂપિયાનો ચાર્જ નર્મદાને ભરે છે

નર્મદા કેનાલનું પમ્પીંગ કરીને ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવે છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, નર્મદા વિભાગ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાને જે પાણી આપે છે તેનો પાલિકા પાસેથી પ્રતિ લીટર રૂપીયા 4 ચાર્જ વસુલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.