Abtak Media Google News

ઓ.એન.જી.સી. એ સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવ્યું 

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતું રહ્યું છે બીજી તરફ કોરોનાના દર્દીઓ વધતા જતા હોય ત્યારે ઓક્સિજનની અછત પણ સુરેન્દ્રનગર સર્જાઈ જવા પામી છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ઓક્સિજનના અભાવે સુરેન્દ્રનગરમાં અનેક હોસ્પિટલમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓના ઓક્સિજનના અભાવે ટપોટપ મોત નિપજ્યા હોવાના પણ સૂત્રો પાસેથી સમાચાર મળી રહા છે.

ખાસ કરી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં તાજેતરમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે ઓએનજીસીના સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી) ફંડમાંથી ગાંધી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે. જે પ્રકારે સતત સોશ્યલ મિડિયામાં ફેસબૂક અને ટ્વીટરના માધ્યમથી સરકારને સુરેન્દ્રનગર પ્રત્યે ધ્યાન રાખવા ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઈ મકવાણા અને વિરોધ પક્ષ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને લઇને હવે રહી રહીને સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્યાન અપાયું છે.

જિલ્લામાં ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને રાહત થશે

ઓએનજીસી દ્વારા તાત્કાલિક ધોરણે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ઓક્સિજન પ્લાન્ટ થવાથી ઘણી મોટી રાહત થશે. ત્યારે આ પ્લાન્ટ શરૂ થયા બાદ ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની પૂરતો જથ્થો મળી રહેતો હોવાના કારણે અછત નહીં સર્જાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ રેડ આ બાબતે આભાર પણ ઓએનજીસીનો વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.